જાણો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના અદભુત બંગલો વિષે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

maxresdefaultમાઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો બંગલો વોશિંગ્ટનમાં આવેલો છે. અદભુત ઇન્ટીરિયરની સાથે સાથે આ બંગલો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. વોશિંગ્ટન લેક પાસે સ્થિત આ બંગલાનું નામ ‘શાનાડું’ છે.
તે લગભગ 1.5 એકર (૬૬,૦૦૦ સ્કેવેર ફિટ)માં ફેલાયલો છે, જેમાં ૭ બેડરૂમ, ૨૪ બાથરૂમ, ૬ કિચન, સ્વિમિંગ પુલ, ૨,૩૦૦ સ્કેવેર ફિટનું રિસેપ્શન હોલ અને ૨,૫૦૦ સ્કેવેર ફિટમાં જિમનો સમાવેશ કરવામાં આવેલો છે. એક અહેવાલ પ્રમાણે બીલ ગેટ્સના આ પ્રોપર્ટીની અંદાજીત કિંમત લગભગ ૧૨૩ મીલીયન ડોલર (લગભગ 777 કરોડ રૂપિયા) છે.

ઘરના ફ્લોરીગની ખાસીયત એ છે પગના દબાવથી જ ખબર પડી જાય કે પરિવારના સભ્યો અથવા તે સિવાય ઘરમાં બીજું કોણ છે. ઘરની લાઈટો જાતેજ ચાલુ બંધ થયા છે. ઘરમાં લાગેલા સ્પીકરમાં વાગતું સંગીત ઘરમાં ઉપસ્થિત વ્યક્તિને એક રૂમથી બીજા રૂમ સુધી ફોલો કરે છે.
ઘરની દીવાલો પણ હાઈટેક છે. તેમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેને અડતાજ દીવાલ પરના આર્ટ વર્કને બદલી શકાય છે. ઘરને જોવા આવતા લોકોના નિરીક્ષણ માટે તેમને ઘરમાં ઘુસતા પહેલા એક માઈક્રોચીપ આપવામાં આવે છે જે સમગ્ર ઘરમાં સિગ્નલ મોકલે છે.
આ બધી સુવિધા સાથે સાથે ૬૦ ફૂટ ઊંડું સ્વિમિંગ પુલ પણ છે જેમાં પાણીની અંદર મ્યુઝિક સિસ્ટમ લાગેલી છે. પુલની પાસે એક લોકર રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેમાં ૪ શોવર, અને ૨ બાથ ટબ છે. ગેટ્સ માટે એક અલગથી બીચ બનાવવામાં આવેલ છે આટલું જ નહિ પણ બીચની રેત પણ ઇમ્પોર્ટેડ છે જેને કેરેબિયન સી થી મંગાવવામાં આવી છે.
બંગલામાં ૨૧૦૦ સ્કેવેર ફિટની એક આલીશાન લાઈબ્રેરી છે. આ લાઈબ્રેરીના નિર્માણ પાછડ ૩૦ મીલીયન ડોલર (લગભગ ૧૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ૩૦૦ મજુરોએ મળીને આ બંગલાનું નિર્માણ કર્યું છે જેમાંથી ૧૦૦ માત્ર ઇલેક્ટ્રિશિયન હતા.
– ૨૦૦ મહેમાનોની સક્ષમતા ધરાવતું રિસેપ્શન હોલ
– કુલ ૨૪ બાથરૂમ અને ૬ કિચન
– ૩૦ મીલીયન ડોલરની લાઈબ્રેરી
– 20 માણસોની ક્ષમતા ધરાવતું હોમ થિયેટર
– ૨૩ ગાડીઓની ક્ષમતા ધરાવતું ગેરેજ
– બિલ ગેટ્સના પ્રિય મેપલ ટ્રી પર ૨૪ કલાક ઇલેક્ટ્રોનીક નજર રાખવામાં આવે છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

66 − = 61

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud