ઉત્તર-પૂર્વના 11 રાજ્યોની ધરા ભૂકંપથી ઘણઘણી ઉઠી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1451889780_6 point 7 magnitude earthquake hits northeast India– ઇમ્ફાલમાં સૌથી વધારે તારાજી, અત્યાર સુધી 6નાં મૃત્યુ

– રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી

અમદાવાદ તા. 4 જાન્યુઆરી 2016

ભારત-મ્યાનમાર સરહદ પર સવારે લગભગ 4.35 વાગ્યે ભૂકંપના આચંકા અનુભવાયા. ભૂકંપના આ આચંકાના ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાય વિસ્તારોમાં અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી. ભૂકંપના કારણે મણિપુરમાં અત્યાર સુધી 6 લોકોના મોત નીપજ્યા અને લગભગ 100 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.

આસામ, પ.બંગાળ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત કેટલાય વિસ્તારોમાં અનુભવાયા. ભૂકંપનું એપી સેન્ટર ઇમ્ફાલથી 33 કિલોમીટર દૂર અને 35.0 કિ.મીની ઉંડાઇએ માપવામાં આવ્યું. ભારત-મ્યાનમાર સરહદ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી. સમગ્ર ઇમ્ફાલની વિજળી કાપી નાખવામાં આવી.

ભૂકંપથી પ્રભાવિત આસામમાં રાહત અને બચાવ કામ માટે એનડીઆરએફની ટીમ રવાના થઇ ગઇ છે. NDRFની બે ટીમો ભૂકંપ પ્રભાવિત ગુવહાટીમાં મોર્ચો સંભાળી રહીં છે. કેટલીય જગ્યા પર ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇની સાથે વાત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમણે ટ્વીટર પર આ વાતની માહિતી આપી. તેમણે અરૂણાચલ પ્રદેશના મુખ્યંત્રી નાબામ તુકી સાથે પણ ફોન પર વાત કરી.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 9

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud