સેનાની અપીલ, આમ જનતા આર્મી યુનિફોર્મ જેવા કપડા ન પહેરે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1452330523_army appeal to people not to wear army dresses for the sake of country– આમ જનતા સેનાના યુનિફોર્મ જેવા કપડા પહેરતા આતંકવાદીઓની ઓળખવા કરવી મુશ્કેલ

– લોકોમાં જાગૃતિ ફેલાવવા યુવાનો સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કરે

નવી દિલ્હી તા. 9 જાન્યુઆરી 2015

સેનાના યુનિફોર્મ પહેરી આતંકવાદીઓ દ્વારા પઠાનકોટ પર હુમલો કર્યા બાદ સેનાએ જનતાને ‘સેનાના યુનિફોર્મ’ જેવા મળતા કપડા ન પહેરવા અપીલ કરી છે. સેનાએ દુકાનદારોને પણ અપીલ કરી છે કે તેઓ નાગરિકોને આ પ્રકારના કપડાનું વેચાણ ન કરે. સેનાએ આતંકવાદી હુમલાથી બચવા અને આતંકવાદનો સામનો કરવા માટે આમ જનતાને સંબોધિત એક તાજેતરના માર્ગદર્શિકામાં આ અપીલ કરી છે.

આ સત્તાવાર અપીલમાં કહેવામાં આવ્યું છે કે સેનાના યુનિફોર્મ સાથે મળતા આવતા કપડા વેચવા અને ખરીદવા કાયદાકીય રીતે ગુનો છે. એક સત્તાવાર નિવદેનમાં કહેવામાં આવ્યું કે,’આમ જનતા દ્વારા આ પ્રકારના કપડા પહેરવા ગેરકાયદેસર છે અને તેનાથી ખોટો મેસેજ (સંકેત) ઉભો થાય છે.’ સત્તાવાર નિવેદન અનુસાર,’જે વ્યાપારી અને દુકાનદાર સેનાના યુનિફોર્મ વેચવામાં રસ ધરાવે છે, તેમણે સ્થાનિક વહીવટીતંત્ર અને અધિકારીઓનો સંપર્ક કરી સેનાની દુકાનો અને માન્યતા પ્રાપ્ત જગ્યા પર આ યુનિફોર્મનું વેચાણ કરવાની પરવાનદી મેળવવી જોઇએ. પરવાનગી મળ્ચા બાદ જ તેઓએ સેનાના યુનિફોર્મ વેચવા જોઇએ. અનઅધિકૃત લોકોએ સેનાના યુનિફોર્મ વેચવા ગેરકાયદેસર છે.’ આ માર્ગદર્શિકા જાહેરહિતમાં બહાર પાડવામાં આવી છે અને તેનો હેતુ આતંકવાદી હુમલાથી દેશને સુરક્ષિત રાખવાનો છે.

સેનાએ કહ્યું કે આમ નાગરિકો દ્વારા સેનાના યુનિફોર્મ પહેરવાથી આતંકવાદીઓ ને પોતાના ઇરાદ પુરા કરવામાં મદદ મળી શકે છે. સેનાની યુનિફોર્મ લોકોમાં ગેરસમજ ઉભી થઇ શકે છે અને આતંકવાદી-અપરાધી તેનો અયોગ્ય લાભ ઉઠાવી દેશનો નુકશાન પહોંચાડી શકે છે. સેનાએ સુરક્ષાદળો અને પૂર્વ સૈન્ય અધિકારીઓના પરિવાર અને સંબંધીને પણ અપીલ કરી છે કે સેનાના યુનિફોર્મ અને તેનાથી જોડાયેલી કોઇ પણ સામાનનો ઉપયોગ ન કરે. સેનાએ પોલીસ અને વહિવટીતંત્રને પણ અપીલ કરી છે કે તેઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા લોકોની સામે કાર્યવાહી કરે.

સેના પ્રવક્ત્તાએ કહ્યું,’અમે દેશના યુવાનોને અપીલ કરીએ છીએ કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા આ સંબંધમાં વધારેથી વધારે લોકોને જાગૃત કરે. યુવકો મળીને સેનાના યુનિફોર્મ-સાધનોના ખોટો અને અયોગ્ય ઉયોહની સામે એક પબ્લિક કેમ્પેઇન શરૂ કરે.’ તેમણે કહ્યું કે સેના અને પોલીસને સૈન્યના યુનિફોર્મ પહેરી અને ખભ્ભા પર બેગ ઉંચકી ફરી રહેલા શંકાસ્પદ લોકો અંગે માહિતી મળતી રહે છે.’

પઠાનકોટમાં તો સૈન્ય કાર્યવાહીમાં સફળતા મળી પરંતુ કેટલીયવાર એવી ઘટના પણ જોવા મળી છે જ્યાં આમ જનતા દ્વારા સેનાની યુનિફોર્મનો ઉપયોગ કરવાના કારણે લોકોમાં ખોટો સંદેશ ઉભો થાય છે અને અસુવિધાની સ્થિતિ ઉભી થઇ જાય છે. સેનાએ આમ જનતાની સાથે આતંકની સામે મોર્ચામાં સેના અને સુરક્ષા દળોને સાથ આપવાની અપીલ કરી છે. સેનાએ આમ જનતાને સાવધ રહી સેના અને સુરક્ષા દળોની મદદ કરવા અને કોઇ પણ શંકાસ્પદ વસ્તુની સામે તાત્કાલિક માહિતી આપવા પણ અપીલ કરી.

સેનાના એક અધિકારીએ કહ્યું,’આમ જનતાને આ કારણે જે અસુવિધા ઉઠાવી પડી રહી છે, તે માટે અમે દુખી છીએ, પરંતુ લોકોની સુરક્ષા અને સલામતી માટે આપણે આ પ્રકારના પગલા ઉઠાવવાની જરૂર છે.’ સેનાએ લોકોને દેશના હિત અને લોકોના હિત માટે આ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

30 − 29 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud