પઠાનકોટ પહોંચ્યા PM મોદી, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1452325881_PM narendra modi reaches Pathankot will address commandos– એરબેઝની સમીક્ષા કર્યા બાદ સરહદની હવાઇ સર્વે કરશે

– હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મળશે

પઠાનકોટ તા. 9 જાન્યુઆરી 2015

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પઠાનકોટ પહોંચી ગયા છે. તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પણ મળશે. મોદીની સાથે સેના અને એરફોર્સના ચીફ પણ હાજર રહી શકે છે. મોદીના પઠાનકોટ મુલાકાતને પગલે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વળી હુમલાની તપાસ કરી રહેલી એનઆઇએએ એરફોર્સના બે સર્વિસ મેનની ધરપકડ કરી લીધી છે. એજન્સીઓને શંકા હતી કે હુમલા દરમિયાન આતંકવાદીઓને સ્થાનિક સપોર્ટ મળ્યો હતો. કહેવામાં આવે છે કે પઠાનકોટ હુમલાથી પહેલા જ ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ બન્ને લોકો પર નજર રાખી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે આ બંને લોકો બે મોબાઇલ સિમનો ઉપયોગ કરી રહ્યાં હતા.

ઉલ્લેખનીય છેકે પઠાનકોટ હુમલામાં 6 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહી દરમિયાન સેનાના 7 જવાન શહીદ થયા હતા. શુક્રવારના રોજ સુરક્ષા દળોએ એરબેઝમાં સર્ચ ઓપરેશન પુરૂ કરી લીધુ હતુ. એરબેઝ સંપૂર્ણપણે સાફ કરી લીધું હતું. આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સફાઇ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતુ જેથી કોઇ સંદિગ્ધ અંદર રહ્યો નહોય.

આ પહેલા રક્ષામંત્રી મનોહર પરિકરે પણ પઠાનકોટની મુલાકાત લીધી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud