બ્રિટિશ વેબસાઇટનો દાવોઃ નેતાજી તાઇવાનમાં વિમાન ક્રેશમાં ગુજરી ગયેલા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1452450637_netaji– નેતાજીના સહાયક અને ગુપ્તચરોના અહેવાલોને ટાંકીને તૈયાર કરાયેલો દસ્તાવેજ

 નેતાજીએ મૃત્યુ વખતે  તેમના  સહાયકને કહ્યું હતું કે ભારત જઇને લોકોને કહેજો અંતિમ શ્વાસ સુધી લડે, ટૂંકમાં જ દેશ આઝાદ થશે

લંડન, તા.11
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના રહસ્યમય મોત અંગે એક વેબસાઇટે દાવો કર્યો હતો કે નેતાજી એર ક્રેશમાં જ મૃત્ય પામ્યા હતા અને મરતાં  સુધી તેઓ એવું જ કહેતાં  હતા કે ભારતીયોએ આઝાદી માટે સંઘર્ષ કરવું જ પડશે. એ કમનસીબ દિવસની ઘટનાના નજરે જોનાર સાક્ષીઓને અને  અકસ્માત સાથે સંકળાયેલા અનેક લોકો સાથે વાતચીત કરીને તેમજ ગુપ્તચરોની  ઘટના સ્થળની મુલાકાતને ટાંકીને વેબસાઇટે   આ મુજબ દસ્તાવેજમાં દાવો કર્યો હતો.
દસ્તાવેજ અનુસાર, ૧૮ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ જાપાની એરફોર્સના એક વિમાને તુરાને, વિયેતનામથી નેતાજી અને અન્ય ૧૨ કે ૧૩ લોકોને લઇને ઉડાન ભરી હતી. ટેકઓફના થોડા સમય પછી જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો, એમ નેતાજીના સહાયક અને ક્રેશમાંથી બચી ગયેલા નેતાજીના સહ પ્રવાસી  કર્નલ હબીબુર  રહેમાને કહ્યું હતું.
એરપોર્ટના મેઇનટેનન્સ ઇન ચાર્જ કેપ્ટન નાકામુરા ઉર્ફે યામામોતોનો અંદાજ હતો કે  વિમાન કોક્રિટનાં  રનવે થી માંડ ૧૦૦ મીટર દૂર અથડાઇને નીચે પડયો હતો અને તરત જ એમાં આગ લાગી ગઇ હતી.

નેતાજી પેટ્રોલ ટેંકની નજીક બેઠા હોવાથી તેઓ પેટ્રોલથી લથપથ હતા અને તેમના કપડાં સળગી ગયા હતા,એમ લેફ. કર્નલ શિરો નોનોગાકીએ કહ્યું હતું. એ સિવાય પણ  કર્નલ હબીબુર રહેમાન, કર્નલ નોનોગાકી, મેજર કોનો અને કેપ્ટન નાકામુરાના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા અને તેમણે બધાએ કહ્યું હતું કે નેતાજી વિમાન અકસ્માતમાં નેતાજીને એટલી ઇજાઓ થઇ હતી કે એના કારણે જ તેઓ માર્યા ગયા હતા. મરતાં મરતાં પણ નેતાજીએ તેમના સહાયક કર્નલ હબીબુર રહેમાનને કહ્યું હતું કે ભારત જઇને લોકોને કહેજો તે અંતિમ શ્વાસ સુધી મા ભોમની આઝાદી માટે લડતાં રહે. મને ખાતરી છે કે ટુંક સમયમાં જ ભારતને આઝાદી મળી જશે.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 23 = 31

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud