– વિવિધ કાર્યવાહમાં ૭ દાણચોરો અને ઘુસણખોરોને ઠાર કરાયેલા
– સેનાએ સરહદેથી શસ્ત્રો અને દારૃગોળાનો મોટો જથ્થો પણ જપ્ત કરેલો
૯૧ની ધરપકડ થયેલી
જલંધર, તા 11
પંજાબમાં ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદે ચોકી કરી રહેલા બીએસએફના જવાનો દ્વારા અલગ અલગ એન્કાઉન્ટર્સમાં ત્રણ પાકિસ્તાનીઓ સહિત ડ્રગના સાત દાણચોરો અને ઘુસણખોરો ઠાર મારાયા હતા. ઉપરાંત તેમની પાસેથી રૃપિયા ૧૭૨૦ કરોડનું ૩૪૪ કિગ્રા હેરોઇન પકડી પાડવામાં આવ્યું હતું. BSF પંજાબ ફ્રેન્ટીયર દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર, સરહદ પારથી ઘુસેલા સાત દાણચોરો અને ઘુસણખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલાઓમાં એક ભારતીયનો પણ સમાવેશ થતો હતો.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત-પાકની પંજાબની સરહદેથી વર્ષ ૨૦૧૫માં ડ્રગની દાણચોરી અને ગેરકાયદે ઘુસણખોરી માટે ૯૧ લોકોને પકડવામાં આવ્યા હતા અને રૃપિયા ૧૧ લાખની ભારતીય બનાવટી ચલણી નોટો પણ પકડી પાડવામાં આવી હતી. પકડાયેલા ૯૧માં પાંચ ભારતીય દાણચોરો હતા જ્યારે બાકીનાઓમાં ૫૮ ભારતીયો, ૨૦ પેલેસ્ટિનિયનો, ચાર બાંગ્લાદેશી, બે નાઇજીરિયન, એક ચીની અને એક નેપાળીનો સમાવેશ થતો હતો.
આ બધાને ગેરકાયદે ઘુસણખોરી માટે પકડી લેવામાં આવ્યા હતા. દરમિયાન બટાલાથી મળતા અહેવાલ મુજબ, ગુરૃદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકના વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક શખ્સની બીએસએફ પોસ્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. હરપ્રિત સિંહ ઉર્ફે હની તરીકે ઓળખાયેલો આ શખ્સ ભારતીય સૈન્યના જવાનો પહેરે એવો જેકેટ પહેરીને આવ્યો હતો અને જ્યારે BSFએ તેની ધરપકડ કરી ત્યારે એ છુપાવવાનો પ્રયાસો કરતો હતો. એની પાસેથી મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો જે કદાચ ફોટો લેવા માટે વપરાશમાં લેતો હશે, એમ પોલીસે કહ્યું હતું.