શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1452531865_mum6– રશિયામાં સેલ્ફી સામે જનજાગૃતિ

– ઓસ્ટ્રેલિયામાં નો-સેલ્ફી ઝોન

મુંબઇ, તા.૧૧
બાંદરા બેન્ડ-સ્ટેન્ડના દરિયા કિનારે સેલ્ફીને લીધે થયેલી દુર્ઘટનાએ બેનો ભોગ લીધો એ સાથે જ સેલ્ફીના અતિરેકના દુષ્પરિણામોના કિસ્સા બહાર આવવા માંડયા છે. ગયા વર્ષે શાર્કના હુમલા કરતાં પણ સેલ્ફીનો અતિરેક વધુ ઘાતક સાબીત થયો હતો. દુનિયામાં શાર્કના હુમલામાં આઠ જણ માર્યા ગયા હતા જ્યારે સેલ્ફીને કારણે બાર વ્યક્તિ મોતને ભેટી હતી.
ભરીબંદૂક સાથે સેલ્ફી લેવાના ક્રેઝને લીધે મિસફાયર થવાથી મોત, ડુંગરની ધાર પર સેલ્ફી લેવા જતા સમતોલપણુ ગુમાવી ખાઇમાં પડવાથી મોત, ટ્રેનની અડફેટે, મોટરની ટક્કરથી, દરિયામાં ડુબવાથી થયેલા મોત પાછળ સેલ્ફી લેવાની ઘેલછા જ કારણભૂત બની હતી.
અમેરિકાના ટેક્સસના હ્યુસ્ટનમાં બંદૂક સાથે સેલ્ફી લેવા જતા ગોળી છૂટતા ટીનએજરનું મોત થયું હતું. રશિયામાં ૨૧ વર્ષની યુવતી ૯એમએમની પિસ્તોલ સાથે સેલ્ફી લેતી હતી ત્યારે ધડાકો થતા મૃત્યુ પામી હતી.
ઇન્ડોનેશિયામાં સેલ્ફી લેતી વખતે ડુંગરની ધાર પરથી ખાઇમાં જઇ પડતા એકનું મોત થયું હતું. મોસ્કો બ્રિજની પાળી ઉપર ઉભા રહી સેલ્ફી લેતો યુવક ૪૦ ફૂટ નીચે ઉથલી પડતા માર્યો ગયો હતો.
રશિયામાં તો સેલ્ફી લેતી વખતે થયેલા અકસ્માતમાં ૧૦૦થી વધુ વ્યક્તિની જખમી થયા પછી સેલ્ફી વિરુદ્ધ જનજાગૃતિ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. રશિયામાં બે પર્વતારોહકો બોમ્બ સાથે સેલ્ફી લેતા હતા ત્યારે બોમ્બ ફાટતા બંનેના ફુરચા ઊડી ગયા હતાં.
સ્માર્ટ ફોનથી લીધેલા સેલ્ફી પિક્ચરને કાર ડ્રાઇવ કરતી વખતે અપલોડ કરતી વખતે અમેરિકી મહિલા વાહન પરનો કાબૂ ગુમાવી બેસતા અકસ્માત થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કમાં પ્રાણીઓ સાથે સેલ્ફી લેતી વખતે પ્રાણીઓના હુમલામાં પાંચ ટુરિસ્ટો જખમી થયા પછી નેશનલ પાર્કોમાં આ રીતે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામા ંતો અનેક જોખમી સ્થળોએ નો-સેલ્ફી ઝોન રચવામાં આવ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud