૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવી કરી હતી સાધના

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

13895_swami_vivekananda_jaipur– આજે ૧૨ જાન્યુ.ના સ્વામી વિવેકાનંદ જયતી

– ગિરનાર, સક્કરબાગ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી

સોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું

જૂનાગઢ, તા. 12
આવતીકાલે તા. ૧૨ના જાન્યું.ના સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી થશે. ત્યારે સ્વામીજીની યાદો જૂનાગઢ સાથે પણ જોડાયેલી ચે. તેઓ ૧૮૯૨ના વર્ષમાં જૂનાગઢ આવ્યા હતા અને ગિરનાર, સક્કરબાગની મુલાકાત લઇ જટાશંકર વિસ્તારમાં રોકાઇ સાધના કરી હતી. આ ઉપરાંત સોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું.
ગિરનાર, સક્કરબાગ સહિતના સ્થળોની લીધી હતી મુલાકાત, સોમનાથ મંદિરની ખંડિત હાલત જોઇ સ્વામીજીનું હૃદય દ્રવી ઉઠયું હતું
ઉઠો, જાગો અને ધ્યાય પ્રાપ્તી સુધી મંડયા રહો. સહિતના સુત્રો તતા યુવાનોની ચેતના જાગૃત કરતા પ્રવચનો આપનાર સ્વામી વિવેકાનંદજીની આવતીકાલે તા. ૧૨ જાન્યુઆરીના જયંતિ ઉજવવામાં આવશે.
સ્વામી વિવેકાનંદની યાદો જૂનાગઢ સાથે પણ જોડાયેલી છે. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ પૂર્વ ૧૮૯૨માં સ્વામીજી જૂનાગઢની મૂલાકાતે આવ્યા હતા અને તે સમયે પ્રથમ તેઓ કાળવા ચોક કાંઠે આવેલા પ્રવેશ પુરીમાં ઉતર્યા હતા. બાદમાં જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઇ તેમને ત્યાંથી પોતાના રહેણાંક ફરાસ ખાનામાં લઇ ગયા હતા.
સ્વામીજીએ જુનાગઢ આવી ગિરનાર સક્કરબાગની મુલાકાત લીધી હતી અને જટાશંકર મંદિર વિસ્તારમાં રોકાણ કરી સાધના પણ કરી હતી. બાદમાં તેઓએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ખંડીત મંદિર જોઇ તેઓનું હૃદય દ્રવી ઉઠયું હતું.
૧૮૯૩માં સ્વામીજીએ શિકાગોમાં પ્રવચન બાદ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી પરંતુ ૧૮૯૨માં જ્યારે તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે અંગ્રેજો દ્વારા તેઓની જાસુસી થતી હતી. એટલે તેઓ ૧૮૯૨માં જૂનાગઢ આવયા તેનો ઇતિહાસમાં ઉલ્લેક જોવા મળે ચે. પરંતુ ચોક્કસ તારીક મળતી નથી. બાદમાં મુંબઇ ગયા બાદ તેનો પત્ર વ્યવહાર થયો હતો. તેવો ઉલ્લેખ થયેલો છે.
આમ ઇ.સ. ૧૮૯૨માં સિદ્ધક્ષેત્ર ગણાતા ગિરનાર ક્ષેત્રમાં આવ્યા બાદ ૧૮૯૩ના વર્ષમાં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 67 = 70

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud