ભારત-ચીન સરહદે પ્રથમવાર મહિલા સૈનિકો તૈનાત કરાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ઈન્ડો તિબેટ બોર્ડર પોલિસમાં વધુ 500 મહિલાઓની ભરતી

પહાડી વિસ્તારમાં ટકી રહેવા માટે 44 અઠવાડિયાની આકરી તાલીમ

 

300x250-itbpઅમદાવાદ, તા.16 જાન્યુઆરી
ભારત અને ચીન વચ્ચેની સંવેદનશિલ સરહદે પ્રથમ વાર મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવશે. પંચકુલા ખાતે આજે 500 મહિલાઓને ઈન્ડો તિબેટ બોર્ડર પોલિસ (આઈટીબીપી)માં પ્રેવશ આપતી વખતે આઈટીબીપીના અધિકારીઓએ આ માહિતી આપી હતી. આગામી માર્ચ મહિનાથી મહિલાઓ મોરચો સંભાળશે.
ભારત અને ચીન વચ્ચે આવેલી સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી સરહદ પર હવે આ મહિલા સ્ક્વોડને ખડકવામાં આવશે. આ તમામ મહિલાઓ કોન્સ્ટેબલ રેન્કની છે. ઊંચાઈ પર અને બર્ફિલા વિસ્તારમાં સર્વાઈવ કરી શકે એટલા માટે તમામ મહિલાઓને 44 અઠવાડિયાની આકરી તાલીમ આપવામા આવી છે.
સરહદ પર આવેલા વિવિધ સ્થળો પૈકી 20 પોઈન્ટ પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં મહિલા સ્કવોડ ગોઠવવાની છે. આ બધી જગ્યાઓ આઠ હજાર ફીટથી લઈને 14 હજાર ફીટ સુધીની ઊંચાઈ ધરાવે છે.
આટીબીપીના ડિરેક્ટર જનરલના જણાવ્યા પ્રમાણે ચીન સરહદે વધુ સૈનિકો ખડકવાના હોવાથી આગામી સમયમા વધુ મહિલા સૈનિકોની ભરતી થશે અને વધુ મહિલાઓને સરહદે પણ મોકલાશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

77 + = 80

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud