બજેટ પછી વડાપ્રધાન મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1453494044_pm-modi– રોકાણકારોમાં સરકારનો જાદૂ ઓસરી જતા

– અમિત શાહને આગામી ત્રણ વર્ષ સુધી ફરીથી પ્રમુખ બનાવવાનું લગભગ નિશ્ચિત

નવી દિલ્હી, તા. ૨૨
અટકી પડેલા આર્થિક સુધારાઓને આગળ ધપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત ઋતુમાં કેબિનેટમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૧૪માં મોદી અંગે રોકાણકારોમાં જે ઉત્સાહ હતો તે ઉત્સાહને પરત લાવવા માટે સરકાર મોટા પાયે ફેરફાર કરવાનું વિચારી રહી છે.  મોદી બજેટ પછી અરૃણ જેટલીને હટાવી પિયૂષ ગોયલને નાણાપ્રધાન બનાવે અને જેટલીને સંરક્ષણ પ્રધાન તેવી શક્યતા છે.  શેરબજારમાં પણ મોદી સરકારનો જાદૂ ઓસરી ગયો હોવાથી સરકાર એવા આર્થિક સુધારાઓ લાવવા માગે છે જેનાથી ફરીથી રોકાણકારોના વિશ્વાસને જીતી શકાય. જો કે અમિત શાહને આગામી ત્રણ વર્ષ સુધી ભાજપ પ્રમુખ તરીકે ચાલુ રાખવાનું નિશ્ચિત માનવામાં આવે છે. જો કે બીજી તરફ રાજકીય વર્તૂળોમાં એવી પણ ચર્ચા ચાલે છે કે નાણા, સંરક્ષણ, ગૃહ અને વિદેશ પ્રધાનોને બદલવામાં નહીં આવે.
ભાજપને લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭૧ બેઠકો પર વિજય મેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અમિત શાહને ફરી એક વખત ભાજપ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે કારણકે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપનો વિજય થશે તો નરેન્દ્ર મોદીનું ફરીથી વડાપ્રધાન બનવુ નિશ્ચિત છે.
૬૩ વર્ષીય જેટલી ટેક્સ અંગેના મોટા સુધારાઓ કરવામાં નિષ્ફળ ગયા છે. બીજી તરફ ૫૧ વર્ષીય પીયૂષ ગોયલ હાલમાં વીજળી અને કોલસા પ્રધાન તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યાં છે. ગોયલ સારા વક્તા પણ છે અને તે વિદેશ પ્રવાસોમાં પણ મોદી સાથે જોવા મળે છે.
પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પિયૂષ ગોયલે કોલસા અને ઉર્જા વીજળી ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો છે. જો કે તેઓ નાણાપ્રધાન તરીકે પણ સારી કામગીરી બજાવી શકશે કે નહીં તે તો સમય જ બતાવશે. કારણકે નાણાપ્રધાન તરીકે તેમની સામે અનેક મુશ્કેલ પડકારો રહેલા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

20 − = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud