સિટી પલ્સ મલ્ટીપ્લેક્ષ થિયેટરના ભાગીદાર અર્પિત મહેતા પર હૂમલો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1454499978_Fatal attack on arpit mehta partner City pulse multiplex theater– પૈસે કમાતે હો ઓર દેતે નહી હો કહીને બેઝબોલ સ્ટીકથી માર માર્યો

– છથી સાત શખ્સે નવરંગપુરામાં ઘેરી લઈને કારનાં કાચનો ભુક્કો બોલાવ્યો

અમદાવાદ તા. 3 ફેબ્રુઆરી 2016

સિટી પલ્સ મલ્ટીપ્લેક્ષનાં થિયેટરનાં ભાગીદાર અર્પિત રજનીભાઈ મહેતા પર નવરંગપુરામાં મંગળવારે બપોરે છથી સાત શખ્સે બેઝબોલ સ્ટીકથી હૂમલો કરીને તેમને ઈજા પહોંચાડી હતી. પૈસા કમાતે હો ઔર દેતે નહી હો એમ કહીને તેમણે મહેતાની કારનાં કાચનો ભુક્કો બોલાવી દીધો હતો અને ભાગી ગયા હતા. નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધ આદરી છે

નવ વાડજમાં કરૃણા સોસાયટીમાં રહેતા અર્પિત રજનીભાઈ પટેલ નવરંગપુરામાં સિટી સેન્ટર નજીક સચેત કોમ્પ્લેક્ષમાં ચોથા માળે ૪૦૧, લવકુશ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. નામની ઓફિસ ધરાવે છે. ઊપરાંત સિટી પલ્સ મલ્ટીપ્લેક્ષ થિયેટરનાં ભાગીદાર અને કન્સ્ટ્રકશન અને શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે.

બુધવારે સવારે ૧૧ વાગ્યે અર્પિત મહેતા તેમના ડ્રાઈવર અતુલ સાથે હુડાઈ એસેન્ટ્રા કારમાં ઓફિસ આવ્યા હતા. બાદમાં બપોરે તેમના મિત્ર મનીષભાઈ મળવા આવ્યા હતા. કામ પતાવી મનીષભાઈ અને અતુલ સાથે તેઓ તેમની સચેત કોમ્પ્લેક્ષની ઓફિસ નીચે આવ્યા હતા.

તે સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેણે અર્પિતને તું અવારનવાર જણાવવા છતા પૈસા કેમ આપતો નથી એમ કહીને લાફો મારી દીધો હતો. આથી અર્પિતે પણ તેને લાફો મારી દીધો હતો.

દરમિયાન આ શખ્સનાં છથી સાત સાથીદારો બે કારમાં બેઝબોલ સ્ટિક સાથે અહી આવી પહોંચ્યા હતા. તેમણે અર્પિતને પૈસા કમાતા હૈ ઔર દેતા નહી હૈ, ખતમ કર ડાલો કહીને બેઝબોલથી માર માર્યો હતો. ડ્રાઈવર અતુલે બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે મનીષભાઈને પણ લાફો મારી દીધો હતો. તેમણે ગાળાગાળી કરીને અર્પિતની કારનાં કાચ તોડી નાંખ્યા હતા.

દરમિયાન અર્પિતે પોલીસ કંટ્રેલરૃમમાં ફોન કરતા નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા. સારવાર અર્થે અર્પિત મહેતાને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પોલીસે નજીકનાં સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ખંડણીવસુલી અથવા તો અગાઈની દુશ્મનાવટને કારણે બન્યો હોવાની શંકાને આધારે નવરંગપુરા પોલીસ તપાસ કરી રહી છે.

અગાઊ એસ.જી. રોડ નજીક એસ.એન.સકુલ ગ્રુપનાં બિલ્ડર ધીરેન વોરા પર આ જ રીતે છથી સાત શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં સેટેલાઈટ પોલીસ હજી કોઈ આરોપીઓને પકડી શકી નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

18 − = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud