આતંકવાદી હાફિઝ સઇદે ફરી આપી ભારતને ધમકી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1454564631_jamat ud dawa chief hafiz muhammed saeed threatening india with more incidents like pathankot– પઠાનકોટ જેવા હુમલા માટે ભારત ફરી તૈયાર રહે

મુઝફ્ફરાબાદ તા. 4 ફેબ્રુઆરી 2016

જમાત ઉદ્દ દાવા અને જૈશ-એ-મોહમ્મદના વડા હાફિઝ સઇદે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. સઇદે કહ્યું કે ભારતમાં પઠાનકોટ હુમલા જેવી ઘટાનાઓનું પુનરાવર્તન થઇ શકે છે. પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદના સેન્ટ્રલ પ્રેસ ક્લબમાં કાશ્મીર અંગે વાત કરતા સઇદે આ ધમકી આપી છે.

ભારતને ધમકી આપવાની સાથે સઇદે ફરી એકવાર કાશ્મીરની આઝાદીનો રાગ છેડ્યો છે. સઇદે કહ્યું કે કાશ્મીરની આઝાદી તેના જીવનનો એકમાત્ર ધ્યેય છે. તેણે સૈયદ સલાહુદ્દીનની વાતોને સમર્થન કરતા કહ્યું કે સેના કેમ બળ પ્રયોગ કરી લોકોને સરપ્રાઇઝ આપવાના પ્રયત્ન કરી રહ્યાં છે.

સઇદે કહ્યું કે પીએમ મોદી કાશ્મીરના લોકોની મનની ઇચ્છા સમજવાનો પ્રયત્ન કરે. આ એક સ્વાભાવિક છે કે કોઇ વસ્તુને દબાવવામાં આવે તો કેટલીય દિશાઓમાંથી જવાબ મળે છે. કેટલીયવાર અહિથી ત્યાં તો કેટલીયવાર ત્યાંથી અહિ જવાબ મળે છે. મોદી પર નિશાન સાધતા કહ્યું કે જો તમારી નીતિ કાશ્મીરીઓને સેનાની તાકાત પર દબાવવાની છે તો સાંભળી લો મામલો શ્રીનગર પર નહી રોકાય, પઠાનકોટ સુધી જશે અને તેનાથી પણ આગળ જશે. સઇદે પુનરાવર્તન કર્યું કે કાશ્મીરમાં જે કંઇ પણ ચાલી રહ્યું છે તેને થાળે પાડવામાં આવ્યું નહી તો ભારત માટે ખુબ મોટો ખતરો બની શકે છે. આ વાતને સમજીને જ પગલું ઉઠાવે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

45 − = 40

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud