સંસદના બજેટ સત્રની તારીખ થઇ જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1454588285_budget session from 23 feb rail budget on 25 feb and budget will be presented on 29– 23થી 25 સુધી રેલ બજેટ, 29ફેબ્રુઆરીના રોજ સામન્ય બજેટ રજુ થશે

– સરકાર GST સહિત કેટલાય મહત્વના બિલ પાસ કરાવવા ઇચ્છુક

નવી દિલ્હી તા. 4 ફેબ્રુઆરી 2016

સંસદનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે તથા 25 ફેબ્રુઆરીના રોજ રેલ બજેટ અને 29 ફેબ્રુઆરીના રોજ સામન્ય બજેટ રજુ થશે. ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રીમંડની સંસદીય બાબતોની સમિતિની ગુરૂવારના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 23 ફેબ્રુઆરીના રોજ બન્ને સદનોને સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે.

રેલ મંત્રી સુરેશ પ્રભુ 25 ફેબ્રુઆરીના રોજ રેલ બજેટ અને નાણા મંત્રી અરૂણ જેટલી 29 ફેબ્રુઆરીના રોજ સામન્ય બજેટ રજુ કરશે. બજે
સત્રનું પહેલું ચરણ 23 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ચાલશે તથા બજુ ચરણ 25 એપ્રીલથી 13 મે સુધી ચાલશે. આગામી સત્રમાં મોદી સરકાર જીએસટી બિલ સહિત કેટલાય મહત્વપૂર્ણ બિલને પાસ કરાવવા ઇચ્છુક છે.

કહેવામાં આવી રહ્યું છે કે સત્ર ઘણું તોફાની હોઇ શકે છે. જ્યાં સરકાર પોતાના વિધાન એજન્ડા આગળ વધારવાના પ્રયત્ન કરશે ત્યાં વિપક્ષ દલિત વિદ્યાર્થી રોહિત વેમૂલ સુસાઇડ કેસ તથા અરૂણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા જેવા મુદ્દાઓ ઉઠાવી સત્તાધારી પક્ષનું ધ્યાન આકર્ષિત કરવાના પ્રયત્ન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યમાં આ વર્ષ એપ્રિલ-મેમાં ચુંટણી યોજાવાની છે જેના લીધે બજેટ સત્ર નાનું રાખવાની સંભાવના રાખવામાં આવી રહી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 77 = 78

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud