Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

દુનિયાનું અનોખું ટ્વિન્સ ટાઉન : એક જ શહેરમાં 200 જૂડવા

By  | 

1454585049_kkvrbqrx1454585062_a0gs3nvw

– 20 હજારનીવસતિ ધરાવતા શહેરમાં મોટી સંખ્યામાં જૂડવાના જન્મથી આશ્વર્ય

– તબીબીજગત માટે આશ્વર્ય અને સંશોધનનો વિષય

અમદાવાદ, તા. 4 ફેબ્રુઆરી 2016

બ્રિટનના એક નાનકડા શહેર બૂજિમ છેલ્લા દિવસોમાં તબીબીજગત માટે અચરજનો વિષય બન્યું છે. 20 હજારની વસતિવાળા શહેરમાં પાંચ-પચ્ચીસ નહીં પણ પૂરા 200 જૂડવા બાળકો છે.

આટલી મોટી સંખ્યામાં ટ્વિન્સ બાળકોના કારણે શહેરનું હુલામણું નામ જ ટ્વિન્સ ટાઉન પડી ગયું છે. ઘણા અધિકારીઓ તો આ શહેરનું ખરેખર નામ બદલીને ટ્વિન્સ ટાઉન કરી નાખવાની ભલામણ કરે છે.

આ વાત લોકોની સામે ત્યારે આવી  કે જ્યારે એક પત્રકાર નેડિઝબ વ્યૂસેલની પત્નીએ જૂડવા બાળકોને જન્મ આપ્યો. આ દંપતિ પોતાના બાળકોને ગાર્ડનમાં ફરવા લઈ ગયા ત્યારે બીજા પણ કેટલાક માતા-પિતા પોતાના જૂડવા બાળકોને લઈને  ગાર્ડનમાં આવ્યા હતા.

પત્રકારે પછી થોડી વધુ તપાસ કરી તો બીજા ય ઘણા ટ્વિન્સ બાળકો મળ્યા. તપાસ આગળ વધતી ગઈ એમ આંકડો મોટો થતો ગયો. અંતે ખબર પડી કે આવા પાંચ-પચ્ચીસ નહીં પણ 200 જૂડવા બાળકોનો જન્મ છેલ્લા 20 વર્ષમાં થયો છે. આટલી મોટી સંખ્યામાં જોડિયા બાળકો જન્મતા હોવાથી સંશોધકો માટે પણ તે આશ્વર્ય અને સંશોધનનો વિષય બન્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 42 = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud