૩૯ IPSની બદલી-બઢતી : સુરત રાજકોટના પોલીસ કમિશનર બદલાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

gujarat-police– અમદાવાદના ૪ જોઇન્ટ પોલીસ કમિશનર સહિત

– પોલીસોને બંધક બનાવવાના કેસમાં સંડોવાયેલા વિપુલ વિજોયની પણ બદલી

જે.કે.ભટ્ટ અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાં સ્પેશિયલ કમિશનર પદે મૂકાયા

અમદાવાદ, શુક્રવાર
રાજ્ય સરકારે ગુજરાતનાં ૩૯ આઈપીએસ અધિકારીઓની વિવિધ છેકાણે બદલીઓ કરી છે. જેમાં સુરતનાં પોલીસ કમિશનરની ગાંધીનગરમાં જ્યારે પોલીસોને બંધક બનાવવાનાં કેસમાં સંડોવાયેલા આઈપીએસ અધિકારી વિપુલ વિજોયની એડિશનલ ડિરેક્ટર ઓફ પોલીસ (ટેકનીકલ સર્વિસીસ) ગાંધીનગરથી અમદાવાદમાં એક્ઝીક્યુટીવ ડિરેક્ટર (સિક્યિુરિટી) જીએસઆરટીસી પદે બદલી કરવામાં આવી છે.
બીજીતરફ સુરત શહેરનાં પોલીસ કમિશનર રાકેસ અસ્થાનાની એડિશનલ ડીજીપી (આર્મ્ડ યુનિટ્સ) ગુજરાત રાજ્ય, ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. તે સિવાય એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદમાં સ્પેશિયલ ડિરેક્ટર પદે ફરજ બજાવતા આશિષ ભાટીયાની સુરતનાં પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરનાં પોલીસ કમિશનર મોહન ઝાની ગાંધીનગરમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમિનીસ્ટ્રેશન) ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.જ્યારે અમદાવાદ શહેરનાં જોઈન્ટ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાંચ)વિકાસ સહાયની અમદાવાદમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ પદે બદલી કરવામાં આવી છે. તે સિવાય તેઓ પાસે સ્ટેટ પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગરમાં જોઈન્ટ ડિરેક્ટરનો હોદ્દો પણ રહેશે.અમદાવાદ શહેરમાં સેક્ટર-૨નાં જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ શશીધરનની જગ્યાએ ડો. સમશેરસિંહની બદલી કરવામાં આવી છે. જ્યારે મનોજ શશીધરનની ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગર રેન્જ, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
રાજકોટનાં જોઈન્ટ પોલીસ કમિશનર આર.વી.જોટાંગીયાની બદલી જોઈન્ટ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાંચ) અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તેમની પાસે જોઈન્ટ પોલીસ કમિશનર (હેડ ક્વાટર) અમદાવાદ શહેરનો વધારાનો ચાર્જ પણ રહેશે. ઊપરાંત ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (મોનીટરિંગ સેલ) ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અભય ચુડાસમાની જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત પોલીસ હાઊસિંગ કોર્પોરેશન લિમીટેડ, ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) હરેકૃષ્ણ પટેલની ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (કોસ્ટલ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ) પદે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કોસ્ટલ સિક્યુરિટી એન્ડ ઈન્ટેલિજન્સ પદે ફરજ બજાવતા એસ.જી.ત્રિવેદીની બદલી કરવામાં આવી છે. ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી (ક્રાઈમ) જે.કે.ભટ્ટની સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ)અમદાવાદ શહેર પદે બદલી કરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

71 − 65 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud