જખૌના દરિયામાંથી પાક. ૧૨ માછીમારોને ઉપાડી ગયું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1454877922_jakhauકુલ ૪૪૦ માછીમારો અને ૮૬૦ બોટ પાક.ના કબજામાં

– બેફામ ગોળીબાર કરીને ગુજરાતની બે બોટ પકડી લીધી

– ગયા વર્ષે ૧૯૮ માછીમાર અને ૩૫ બોટનું અપહરણ કરાયું હતું

પોરબંદર, તા. ૭
પાકિસ્તાનની મરીન સિક્યુરીટી એજન્સીની દાદાગીરી દરિયાઇ સીમા વિસ્તારમાં દિન પ્રતિદિન વધતી રહી છે. ભારત સમજુતિના નામે જે પ્રયાસો કરી રહ્યું છે તેની સામે પાકિસ્તાનની મરીન એજન્સીની હરકતો ચિંતા ઉપજાવી રહી છે. તાજેતરમાં જખૌ નજીક પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી બે બોટનું અપહરણ કરવામા આવ્યું હતું. આ ઘટનાને પગલે સમુદ્રમાં નાસભાગ મચી ગઇ હ તી. પાકિસ્તાનની મરીન એજન્સીની હરકત સામે પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા વિરોધ દર્શાવવામાં ઔઆવ્યો છે.
કચ્છના જખૌ નજીક પાક મરીને અંધાધૂંધ ફાયરીંગ કરીને ઓખાની બે બોટ અને ૧૨ ખલાસીઓના અપહરણ કરીને માછીમારોમાં ભય ફેલાવી દીધો છે. પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સીએ પોતાની નાપાક હરકત ચાલુ રાખી છે અને જખૌ નજીક માછીમારી કરી રહેલ કેટલીક ફિશીંગ બોટો પાસે જઇને અંધાધૂંધ ફાયરીંગ શરૃ કરતાં સમુદ્રમાં રીતસરની નાસભાગ મચી હતી અને અંતે ઓખાની બે બોટો અને ૧૨ ખલાસીઓને તેના શરણે જવાની ફરજ પડી હતી.
પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ મનિષભાઇ લોઢારીએ જણાવ્યું હતું કે, ૪ બોટો અને બે ડઝન જેટલા ખલાસીઓના અપહરણની અફવા ફેલાવાઇ છે પરંતુ હકીકતે બે જ બોટ અને ૧૨ ખલાસીઓને બંદીવાન બનાવાયા છે.
માછીમાર એસો.ના હોદ્દેદારોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ મહિના દરમિયાન પાકિસ્તાન મરીન એજન્સીની દરિયાઇ સીમા વિસ્તારમાં દાદાગીરી વધતી જાય છે. અવાર-નવાર ભારતીય માછીમારો ઉપર હુમલો કરી બોટ ઉઠાવી જાય છે. બંદિવાન માછીમારો ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. કિંમતી બોટ અને માછીમારોને મુક્ત કરવાની અનેક રજુઆતો કરવા છતાં કોઇ ઘટતી કાર્યવાહી થતી નથી જેનો ભોગ અહીંના ગરીબ માછીમારોએ બનવું પડે છે.
ગયા વર્ષે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી ગુજરાતના ૧૯૮ માછીમારો અને ૩૫ બોટનું અપહરણ કરી ચૂકી છે. પાકિસ્તાન નૌસેનાએ જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ અને ઓક્ટોબરમાં તબક્કાવાર આ કાર્યવાહી કરી હતી. હાલ પાકિસ્તાનની જેલોમાં આશરે ૪૪૦ માછીમારો હોવાની સત્તાવાર માહિતી છે, જેમાંના મોટા ભાગના ગુજરાતના છે. આ ઉપરાંત ભારતીય માછીમારોની માલિકીની ૮૬૦ બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 29 = 36

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud