Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

બેંગાલુરુનુી સ્કૂલમાં દીપડો ઘૂસી ગયો, 6ને ઘાયલ કર્યા

By  | 

1454930285_LEOPARD 1454930303_LEOPARD1

દીપડાને પકડવાની કાર્યવાહી દસ કલાક ચાલી

સ્કૂલમાં પ્રવેશી ગયા પછી દીપડો બહાર નીકળી શકતો ન હતો

બેંગાલુરુ, 8 ફેબ્રુઆરી

બેંગાલુરુની એક સ્કૂલમાં દીપડો ઘૂસી જતાં હાહાકાર મચી ગયો હતો. બેંગાલુરુ શહેરથી જરા દૂર જંગલ વિસ્તાર પાસે આવેલી વિબગ્યોર ઈન્ટરનેશનલ સ્કુલની આ ઘટના છે. નજીકના જંગલમાંથી આ દીપડો સ્કૂલમાં વંડી ઠેકીને ઘૂસી ગયો હતો. પરંતુ પછી તેને બહાર કેમ નીકળવું એ સમજ પડતી ન હતી. સ્કૂલમાં આમ-તેમ આંટા મારતો દીપડો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો.દીપડો સંભવત રવિવારે સ્કૂલમાં પ્રવેશ્યો હતો, એટલે કોઈ વિદ્યાર્થીઓને ઘાયલ કરે એવા સંજોગો આવ્યા ન હતા. દીપડાની જાણ થતા વન વિભાગને બોલાવવામા આવ્યો હતો. ગુસ્સામા રહેલા દીપડાએ પ્રાણી વિજ્ઞાની અને વન વિભાગના અધિકારીને ઈજા કરી હતી. એક સ્થાનિક ચેનલના કેમેરામેનને પણ દીપડાએ ઈજા કરી હતી. દીપડાને જંગલમાં છોડ્યો ત્યાં સુધીમાં તેણે કુલ 6 વ્યક્તિઓને ઘાયલ કરી હતી.

દીપડાને રાતે 8-15 વાગ્યે ટ્રાક્વિલાઈઝ (બેભાન કરવાનું ઈન્જેક્શન આપવું) કરવામા આવ્યો હતો. પરંતુ એ સંપૂર્ણપણે બેહોશ ન થાય ત્યાં સુધી તેની પાસે જઈ શકાય એમ ન હતું. માટે છેક સવારે પાંચ વાગ્યે સંપૂર્ણ બેભાન થયા પછી દીપડાને પકડી લઈ નજીકના જંગલમાં છોડી દેવાયો હતો.

ભારતમા 14 હજાર જેટલા દીપડા છે. તેમાંથી કેટલાક દીપડા શહેરી વિસ્તારમા નિયમિત આવતા રહે છે. બેંગાલુરુમાં જોકે શહેરી વિસ્તારમાં દીપડો આવ્યો હોય એવો આ પહેલો પ્રસંગ હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડા નિયમતિ રીતે રહેણાંક વિસ્તારમાં આવન-જાવન કરતા રહે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

47 − = 44

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud