હિમશીલામાં દટાયેલો જવાન છ દિવસે જીવતો મળ્યો!

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

hanumanta1_1455083184 hanumanta8_1455083180 hanumantaa1_1455083175 1455050852_sia– રામ રાખે તેને કોણ ચાખે…! અદભુત ચમત્કાર

– હિમસ્ખલનમાં દટાયેલા તમામ નવ જવાનોના મૃતદેહ મળ્યા

હનુમનથપ્પા છ દિવસ સુધી -૪૫ ડિગ્રીમાં  દટાયેલા રહ્યા

 

એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાં લવાયા, હાલ કોમામાં સારવાર હેઠળ

ન્યુમોનિયા, લૉ બ્લડ પ્રેશરનો ભોગ બન્યા, કિડની-લિવરને પણ નુકસાન, આગામી ૪૮ કલાક સ્થિતિ નાજુક

નવી દિલ્હી, તા.10
સિઆચેનમાં સરહદે ચોકી પહેરો કરી રહેલા દસ જવાનોમાંથી એક જવાન જીવિત અવસ્થામાં મળી આવ્યા છે. લાન્સ નાયક હનુમનથપ્પા કોપ્પાડ નામના આ જવાનને સિઆચેન સ્થિત લશ્કરી છાવણીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને સેનાના એર એમ્બ્યુલન્સમાં દિલ્હીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.
આ લશ્કરી હોસ્ટિપલમાં હનુમનથપ્પા વેન્ટિલેટર છે અને સતત બે દિવસ તેમના માટે ખૂબ જ જોખમી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. તેઓ પાકિસ્તાન સાથેની લાઈન ઓફ કંટ્રોલ નજીક ૧૯,૬૦૦ ફૂટ ઉપર આવેલી ભારતીય લશ્કરની ચોકીમાં પહેરો ભરી રહ્યા હતા. આ દરમિયાન હિમસ્ખલન થતાં માઈનસ ૪૫ ડિગ્રી ઠંડીમાં તેઓ દટાઈ ગયા હતા. તેઓ સતત છ દિવસ સુધી ૨૫ ફૂટ નીચે બરફમાં દટાયેલા રહ્યા હતા.  તબીબોએ આપેલા મેડિકલ રિપોર્ટ પ્રમાણે, હનુમનથપ્પા કોમામાં છે. તેઓને અત્યંત ગંભીર આઘાત લાગ્યો છે અને બ્લડ પ્રેશર અત્યંત લૉ છે. શરીરમાં ન્યુમોનિયાના પણ લક્ષણો છે. એટલું જ નહીં, તેમની કિડની અને લિવર પણ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લશ્કરી હોસ્પિટલની મુલાકાત લઈને હનુમનથપ્પાના હાલચાલ પૂછ્યા હતા. તેઓ ૧૫ મિનિટ સુધી હોસ્પિટલમાં રોકાયા હતા અને તબીબ ટીમ સાથે પણ વાતચીત કરી હતી. આ મુલાકાત પહેલાં મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આખા દેશની પ્રાર્થના લઈને હું લાન્સ નાયક હનુમનથપ્પાને મળવા જઈ રહ્યો છું. આ મુલાકાત પછી મોદીએ જવાનની હિંમતના વખાણ કર્યા હતા.
ભારતીય લશ્કરની આ ચોકી હિમસ્ખલનની ચપેટમાં આવતા કુલ દસ જવાનો દટાઈ ગયા હતા. અત્યાર સુધી કુલ નવ જવાનના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક જ જવાન હનુમનથપ્પા જીવિત મળી આવ્યા છે.

જવાનોની શહાદત એળે જઈ રહી છે!
અમદાવાદ,તા.૯
દુશ્મન દેશના સૈનિકો અને આતંકવાદીઓની ગોળી ખાઈને અત્યાર સુધી આપણા હજારો સૈનિકો શહીદ થયા હશે, પરંતુ સિઆચેનમાં ફક્ત હિમસ્ખલનોમાં દટાઈને આપણા જવાનો શહીદી વ્હોરે છે. આ સૈનિકો હાડ થીજાવી દેતી ઠંડીમાં દેશની સરહદોની સુરક્ષા કરવા ચોકીપહેરો ભરવા ત્યાં ખડેપગે હોય છે. વર્ષ ૧૯૮૪થી અત્યાર સુધી ભારતના ૮૫૦થી વધુ સૈનિકો સિઆચેન સરહદનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ ગયા છે. જોકે, દેશની સુરક્ષા કરતા આ સામાન્ય સૈનિકો આવી રીતે શહાદત વ્હોરે છે અને બીજી તરફ આપણા નેતાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. તેઓ લક્ઝુરિયસ કારમાં ફરે છે, કરોડો રૃપિયાના ખર્ચે આરામદાયક સુવિધાઓમાં જીવીને ભ્રષ્ટ શાસન ચલાવે છે અને વાતોના વડા કરીને મતબેંકના રાજકારણમાં રચ્યાપચ્યા રહે છે. આપણા નેતાઓ જવાનોના બલિદાનમાંથી પણ બોધપાઠ લેતા નથી અને તેમની શહાદત એળે જઈ રહી છે!

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud