Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

રણવીર-દીપિકા ટોરોન્ટોમાં વેલેન્ટાઇ ડે ઊજવશે

By  | 

1455281158_e-2-રણવીર ટોરોન્ટો પહોંચી ગયા

-દીપિકા તો હોલિવૂડની ફિલ્મ માટે વિદેશમાં જ છે

ટોરોન્ટો/મુંબઇ તા. 12 ફેબ્રુઆરી 2016

બાજીરાવ મસ્તાનીની હિટ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ આ વેલેન્ટાઇન ડેએ કેનેડાના ટોરોન્ટો શહેરમાં ઊજવણી કરશે એવું જાણવા મળ્યું હતું.

દીપિકા તો હોલિવૂડના એક્શન સ્ટાર વીન ડિજલ સાથેની પોતાની હોલિવૂડની ફિલ્મના શૂટિંગ માટે હાલ અમેરિકામાં છે. એ ત્યાંથી ટોરોન્ટો જશે જ્યારે રણવીર ગુરુવારે રાત્રે ટોરોન્ટો જવા

રવાના થયો હોવાની માહિતી મળી હતી.

આમ આ બંને પ્રેમી પંખીડાં ૧૪ ફેબુ્રઆરીએ ટોરોન્ટોમાં ઊજવણી કરશે. તાજેતરની તેમની ફિલ્મો પણ સુપરહિટ નીવડી છે અને રણવીરને બાજીરાવ મસ્તાનીના તથા દીપિકાને પીકુ

ફિલ્મના રોલ માટે એવોર્ડ પણ મળ્યા છે. આમ બંને અત્યારે સાતમા આસમાનમાં છે. બીજી બાજુ દીપિકાનો એક સમયનો બૉયફ્રેન્ડ અને ફિલ્મ તમાશાનો હીરો રણબીર કપૂર પોતાની

ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ સાથે બ્રેકપ થવાથી આ રવિવારે એકલો હશે.

દીપિકાની હોલિવૂડની ફિલ્મ સાથે સંકળાયેલા ફિલ્મ સર્જક વીલ વોંગે રણવીર અને દીપિકાના ફોટોગ્રાફ સાથે ઇન્સ્ટાગ્રામ પર આ હકીકત જાહેર કરી હતી કે રવિવારે ૧૪મી ફેબુ્રઆરીએ

દીપિકા અને રણવીર ટોરોન્ટોમાં વેલેન્ટાઇન ડે ઊજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud