મોદી સરકાર પરથી જનતાનો ઉઠી ગયો છે વિશ્વાસ: મનમોહન સિંહ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1455280062_modi government is losing the economic growth economy is shrinking says manmohan singh– ખુબ જ ખરાબ છે સરકારની કામગીરી, આત્મવિશ્વાસનો અભાવ પણ

– પૂર્વ વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થા પર પોતાનો અભિપ્રાય આપ્યો

નવી દિલ્હી તા. 12 ફેબ્રુઆરી 2016

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમની નીતિઓને નિરાશાજનક કહી છે. તેમને કહ્યું કે સરકારના વલણના કારણે લોકોનો મોદી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. મનમોહન સિંહે દેશની અર્થવ્યવસ્થા, પાકસ્તાન સાથેના સંબંધ અને દેશની જનતાના હાલ પર મન મુકીને પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ખુબ જ ખરાબ છે સરકારનું કામ
સરકારની કામગીરી પર તેમને કહ્યું કે અર્થવ્યવસ્થા ખુબ જ નિર્બળ સ્થિતિમાં છે જે ખુબ મજબુત થઇ શકતી હતી. તેમને તે પણ કહ્યું કે દેશમાં રોકાણ વધારવાનો ખુબ સરસ તક છે, પરંતુ સરાકારના વલણના કારણે દેશમાં લગભ 32 ટકા સુધી રોકાણમાં ઘટાડો થયો છે. સરકાર જો યોગ્ય પગલા ઉઠાવશે તો રોકાણ વધશે. તેમણે કહ્યું કે યૂપીએની સત્તા દરમિયાન રોકાણ 35 ટકા જેટલું વધી ગયું હતું.

સરકારમાં છે આત્મવિશ્વાસનો અભાવ
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે સરકારની હાલત જોઇને લાગી રહ્યું છે કે તેમા આત્મવિશ્વાસનો અભાવ છે. તેલની કિંમતો ક્યારેય સ્થિર નહી રહે પરંતુ સરકારે પોતાના કાર્યકાળના બે વર્ષ ગુમાવી દિધા અને જનતાને તે આશ્વાસન અપાવી શકી નહી કે અર્થવ્યવસ્થા સારી થઇ રહી છે.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud