આતંકીનો ફોન અનલોક કરવાના કોર્ટના ચૂકાદા સામે એપલને વાંધો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1455775422_The FBI wants Apples help opposes judges order to hack San Bernardino shooters iPhone– એપલના સીઈઓએ કાગળ લખીને કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો

– આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કરીને 14 લોકોની હત્યા કરી હતી

– એપલ આ ચૂકાદાને કાનૂની લડત આપશે

વોશિંગ્ટન, તા.૧૭

આતંકવાદીનો ફોન અનલોક કરી આપવાના કોર્ટના નિર્ણય સામે એપલ ઈન્કે. વાંધો ઉઠાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં કેલિફોર્નિયામાં અમેરિકી-પાકિસ્તાની આતંકીએ 14 લોકોની હત્યા કરી હતી. તેનો ફોન અનલોક કરી આપવા સામે એપલે નારાજગી રજૂ કરી છે. એપલે મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળ્યો છે.

એપલના સીઈઓ ટીમ કૂકે એપલના સ્ટાફને પત્ર લખીને આ વાત જણાવી છે. તેમણે લખ્યુ છે કે આતંકીનો ફોન ઓપન કરી આપવો એ ખતરનાક વાત છે. ફેડરલ કોર્ટે ચૂકાદો આપ્યા પછી કૂકે આ કાગળ લખ્યો હતો. કોર્ટે ચૂકાદામાં સ્પષ્ટ કર્યુ હતું કે એપલ તેના ગ્રાહકનો લોક થયેલો ફોન અનલોક કરવાની ના પાડી શકે નહી. પછી એ ગ્રાહક ગમે તે કેમ ન હોય.

એપલનો ફોન ભારે ઊંચી સુરક્ષા સિસ્ટમ ધરાવે છે. વર્ષોથી એપલ તેના ગ્રાહકોને સિક્યુરિટી ફિચર્સ સાથેનો ફોન જ વેચે છે. આવો ફોન એક વખત અનલોક થાય તો કંપનીના આઉટલેટ સિવાય ક્યાંય ઓપન કરાવી શકાતો નથી. એપલ તેના ઉપકરણોની હાઈટેક સિક્યુરિટી માટે જાણીતી છે. આ ફોનના કિસ્સામા પણ એવુ જ થયું છે.

કૂકે વધુમા લખ્યુ છે કે અમે ગ્રાહકોની પ્રાઈવસી અને રાષ્ટ્રની સુરક્ષા સાથે છેડછાડ કરવા માંગતા નથી. માટે ફેડરલ કોર્ટના આ નિર્ણયને અમે કાનૂની લડત આપીશું. એપલની હાઈ-ટેક સિક્યુરિટી સિસ્ટમને કારણે એક વખત ફોન વેચી દીધા પછી ખુદ એપલ પણ તેના પર નજર રાખી શકતી નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud