Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

દેશના 2200 ભ્રષ્ટ અધિકારીઓ CBIના રડારમાં: 101 સામે FIR

By  | 

1455774982_2200 senior central government officials under CBI lens-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એજન્સીએ 62 કેસ હાથ ધર્યા હતા

– 42 ભાગેડુઓને ભારત લવાયા

નવી દિલ્હી, તા.૧૭

છેલ્લા એક વર્ષમાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર માટે CBI  એ ૨૨૦૦ ભ્રષ્ટ અધિકારીઓ પર ચાંપતી નજર રાખી હતી અને ૧૦૧ અધિકારીઓ સામે તો FIR પણ દાખલ કરી હતી, એમ તપાસ એજન્સીના વડા અનિલ સિંહાએ આજે અત્રે કહ્યું હતું.

જવલ્લેજ કરાતી  પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન સિંહાએ કહ્યું હતું કે  એજન્સી દ્વારા  કરવામાં આવેલા કેસોમાં ૯૪ ટકાનો વધારો થયો હતો અને છેલ્લા એક વર્ષમાં તો એજન્સીએ ૧૦૧ કેસો કર્યા હતા, જ્યારે ૨૦૧૪માં તો માત્ર ૫૨ કેસો જ હતા.

આ હોદ્દા પર ૧૪ મહિના પુરા કરનાર સિંહાએ એજન્સીની કામગીરી અંગે બોલતાં કહ્યું હતું કે  આ વર્ષે CBI  ૧૦૪૪ ચાર્જશીટ કરી શકી હતી જે છેલ્લા એક વર્ષમાં કોઇ પણ એજન્સી દ્વારા કરવામાં આવેલા કેસોની સંખ્યામાં સૌથી વધારે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એજન્સીની કામગીરી અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે એજન્સીએ ૬૨ કેસો પુરા કર્યા હતા અને ૪૨ ભાગેડુઓને ભારત પાછા લાવવામાં સફળતા મળી હતી.

તેમણે કહ્યું હતું કે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં ૬૭ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યા હતા. એજન્સીને સહન કરવી પડતી મુશ્કેલીઓ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમને ઓછા માણસોથી કામ ચલાવવું પડે છે. સ્ટાફની ઘટ એક મોટી ચિંતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

53 − = 50

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud