– 33 ટકા સિટો મહિલાઓ માટે રિઝર્વ, ચાર નવી ટ્રેનોની જાહેરાત
– સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ માટે લોઅર બર્થના ક્વોટા વધાર્યા
નવી દિલ્હી તા. 25 ફેબ્રુઆરી 2016
રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ આજે સંસદમાં રેલ્વે બજેટ 2016-17 રજુ કર્યું. આ મોદી સરકારનું ત્રીજુ રેલ બજેટ અને પ્રભુનું બીજુ રેલ્વે બજેટ છે. પ્રભુએ બજેટ દરમિયાન ન તો રેલ્વે યાત્રીઓનું ભાડુ વધાર્યું સાથે-સાથે માલાભાડુ પણ વધાર્યું નથી. સાથે જ તેમને યાત્રીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. બજેટમાં આ વખતે ચાર નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. જેનું નામ છે હમસફર, તેજસ, ઉદય અને અન્ત્યોદય છે.
ઉપરાંત 2020 સુધીમાં તમામ યાત્રીને કન્ફર્મ ટિકિટ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે સાથે રિઝર્વ કેટેગરીમાં 33 સીટો મહિલાઓ માટે સુરક્ષિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રભુએ કહ્યું કે આપણે પીએમ મોદીનું વિઝન સાકાર કરવાનું છે. પીએમ ઇચ્છે છે કે ઝડપી અને કુશળતાની સાથે કામ થાય. અમે 2020 સુધી તમામ મોટી લાઇનોનું કામ પુરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.’
પ્રભુએ વાર્તા સંભળાવી બજેટ રજુ કરતા રેલ્વેને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બનાવાની વાત કહી છે. તેમણે સંસદમાં કહ્યું કે હમ ન રૂકેંગે, હમ ન ઝુકેંગે, ચલો મિલકર કુછ નયા બનાએ. આ રેલ બજેટમાં ખાસ કરીને પાંચ વસ્તુ પર ભાર મુકવામાં આવ્યું છે. તેમાં કસ્ટમર સર્વિસીસ, માલભાડામાં વધારેથી વધારે આવક ઉભી કરવાની, ભાડમાં કોઇ પણ જાતનો વધારો કર્યા વગર આવક ઉભી કરવી, પારદર્શિતા અને રિફોર્મ સામેલ છે.
સુરેશ પ્રભુના રેલ્વે બજેટની એક ઝલક
– અકસ્માત ઓછા કરવા માટે દુનિયાની ટોચની રેલ્વે સંસ્થાઓ, ટેક્નિકલ રિસર્ચ ઇન્સ્ટિયુટ્સની સાછે રિસર્ચ અને વિકાસ ભાગીદારી શરૂ કરી.
– ચાલું વર્ષમાં 820 રોડ ઓવર બ્રિજ/અંડર બ્રિજનું કામ પુરૂ કરવામાં આવ્યું છે અને 1350 પર કામ ચાલી રહ્યું છે.
– 2015-16 માનવ સહિતની અને 1000 માનવ રહિત લેવલ ક્રોસિંગ બંધ કરી.
– કેબિનેટે પીપીપી મોડલ પર 400 રેલ્વે સ્ટેશનોનો પુન:વિકાસ કરવાની મંજૂરી આપી.
– પ્રત્યેક યાત્રી ડબ્બામાં સિનિયર સિટિઝન્સના કોટાને 50% વધારવામાં આવી રહ્યું છે.
– રેલ્વે સ્ટેશનો પર યુવકો અને વ્યાપારીઓ માટે વાઇ-ફાઇ સેવા શરૂ કરી
– મહિલાઓની સુરક્ષા માટે પેસેન્જર ડબ્બાને ટ્રેનના વચ્ચેના ભાગને રિઝર્વ કરવામાં આવ્યા.
– ગૂગલની ભાગીદારીથી આ વર્ષ સુધીમાં 100 સ્ટેશનો અને આવતા 2 વર્ષ સુધીમાં 400 સ્ટેશનો પર વાઇ-ફાઇ સેવા પુરી પાડવામાં આવશે.
– વિકલાંગો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગને સુવિધાજનક બનાવી.
– વિકલાંગો માટે વ્હીલચેરની ઓનલાઇન બુકિંગ અને તમામ કોચમાં બ્રેઇલ સક્રિય કરાવ્યા.
– સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ માટે લોઅર બર્થના કોટો વધાર્યા.
– ચાલું નાણાકિય વર્ષના અંત સુધીમાં ટ્રેનોમાં 17,000 બાયો-શૌચાલય ઉપલબ્દ કરાવામાં આવશે.
– દુનયાનું સૌથી પહેલું બાયો વેક્યૂમ ટોઇલેટ ભારતીય રેલએ તૈયાર કર્યુ અને ડિબ્રૂગઢ રાજધાની એક્સપ્રેસમાં ઉપયોગ થઇ રહ્યું છે.
– 1780 ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો અને 225 કેશ-કોઇન અને સ્માર્ટ કાર્ડ સંચાલિત ટિકિટ વેન્ડિંગ મશીનો લગાવામાં આવી.
– સોશિયલ મીડિયા અને આઇવીઆરએસ ટેક્નોલોજી વડે ગ્રાહકોથી ફીડબેક મળી રહ્યો છે.
– મુસાફરો પાસેથી ઇનપુટ લેવા માટે રોજ 1 લાખથી વધારે ફોન કરવામાં આવે છે.
– રેલ્વે સ્ટેશનો પર 2,500 વોટર વેન્ડિંગ મશીનો મુકવામાં આવી.
– 17000 બાયો ટોઇલેટ, 475 સ્ટેશનો પર શોચાલયની સંખ્યા વધારવામાં આવી.
– 400 નવા સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવીધા
– જનરલ કોચમાં પણ મોબાઇલ ચાર્જ કરવાની સુવિધા.
– સિનિયર સિટિઝન્સ માટે દરેક ટ્રેનમાં 120 સીટો.
– 17,000 નવી ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનો.
– રેલ સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી.
– આ વર્ષે 44 નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે,
– દર મિનિટે 7200 ઇ-ટિકિટ આપવાનું લક્ષ્ય.
– મોટા સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવામાં આવશે.
– રાજ્ય સરકારોની સાથે 6 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
– સંયુક્ત સાહસ માટે 17 રાજ્યો સાથે સૈદ્ધાંતિક મંજૂરી મળી.
– કેબિનેટે રેલ્વેને રાજ્ય સરકારો સાથે સંયુક્ત સાહસની મંજુરી આપી.
– પ્રક્રિયામાં અસરકારકતા લાવા માટે આંતરિક એકાઉન્ટિંગ સિસ્ટમ પુનર્રચના.
– તમામ પ્રકારની ખરીદી ઇ-પ્લેટફોર્મ પરથી કરવામાં આવી રહી છે.