Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

હૈયું ફાડી નાખે તેવી ઘટના :૧૪ને રહેંસીને આત્મહત્યા

By  | 

1456693109_hatya-14– મુંબઇના થાણે વિસ્તારમાં મોડી રાત્રે પરિવારની કત્લેઆમનો કંપારી છૂટે તેવો બનાવ

– મોતની દાવત : બધાને ઘરે જમવા બોલાવ્યા અને એમના રામ રમાડી દીધા

હસનૈને રાત્રે ત્રણ વાગે નમાઝ અદા કર્યા બાદ આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો

મુંબઇ, તા.૨૮
ગુનાખોરીના ઇતિહાસમાં આજ સુધી ન બની હોય એવી રૃંવાડા ઉભા કરી દેનારી કુટુંબનાજ સભ્યોની સામૂહિક હત્યાની કમકમાટીભરી ઘટના થાણે પાસે ઘોડબંદર રોડ પર આવેલા કાસારવડવલીમાં શનિવારે મધરાત બાદ બની હતી. આ રક્તરજિત હત્યાકાંડમાં  ૩૫ વર્ષના યુવકે પરિવારના ૧૪ સભ્યોની બેરહેમીથી કતલ કર્યા બાદ હાથમાં છરા સાથે પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો. શનિવારે રામે ‘ગેટ ટુ ગેધર’માં દાવત બાદ કુટુંબીજનો સૂતા હતા ત્યારે આરોપી યુવકે છરાના ઘા ઝીંકી એક પછી એક પત્ની, બે પુત્રી, માતા-પિતા, બહેનો તેમના પુત્ર-પુત્રી સહિત ૧૪ જણની કરપીણ હત્યા કરી હતી.
આ હત્યાકાંડ દરમિયાન આરોપીની એક બહેન બચી ગઇ હતી. પણ તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રોપર્ટીના વિવાદ કે કૌટુંબિક ઝઘડાને લીધે આ સામૂહિક હત્યાકાંડ કરાયો હોવાની ચર્ચા થઇ રહી છે. આરોપી પાસેથી સ્યુઇસાઇડ નોટ મળી નથી. આ હાલ પોલીસ હત્યાઓનું ચોક્કસ કારણ જાણી શકી નથી. મર્ડર કરતા પહેલા આરોપીએ મૃતકોને જમવામાં ઘેનની દવા કે ઝેર આપ્યું હોવાની શક્યતા છે. હાલ પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને આ કમકમાટીભર્યા કેસની તપાસ કરી રહી છે.  થાણે સ્થિત કાસારવડવલી ખાતે મસ્જિદ સામે ૩૫ વર્ષીય હસનૈન અનવર વરેકર તેની પત્ની જબિન વરકેર (ઉં.વ. ૨૮) બે પુત્રી છ વર્ષીય મુબતશિરા અને ત્રણ મહિનાની ઉમેરા, પિતા અનવર માતા અસગડી સાથે રહેતો હતો. આ યુવક કોમર્સમાં ગ્રેજ્યુએટ થયો હતો. નવી મુંબઇ સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટની કંપનીમાં ઇન્કમ ટેક્સના દસ્તાવેજો તૈયાર કરવાની નોકરી કરતો હતો. જો કે હમણાં એની નોકરી છૂટી ગઇ હોવાનું પણ કહેવાય છે.
થાણેના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ આશુતોષના જણાવ્યા મુજબ આરોપી યુવકે શનિવારે રાતે તેના ઘરે પરિવારનું ‘ગેટ ટુ ગેધર’ રાખ્યું હતું. આથી નવી મુંબઇમાં કૌપરખૈરણે અને ભિવંડીમાં મહાપોલી ખાતે રહેતી તેની બહેનો તેમના પુત્ર- પુત્રી સાથે ભાઇ હસનૈનને ત્યાં આવ્યા હતા. તેઓ રાતે જમ્યા બાદ સૂઇ ગયા હતા. ત્યારે આ નિર્દય આરોપીએ બકરા કાપવાના છરાથી હુમલો કરી અને ગળુ ચીરીને પત્ની જબિન, બે પુત્રી મુબતશિરા, ઉમેરા, પિતા અનવર, માતા અસગડી, બહેન બતુલ અનવર વરેકર (ઉં.વ. ૩૦), કોપરખૈરણેમાં રહેતી બહેન શબિના સૌકત ખાન (ઉં.વ.૩૫)તેની બે પુત્રી અનસ શૌકત ખાન (ઉં.વ. ૧૨), સાદિયા શૌકતખાન (ઉં.વ. ૧૬), પાંચ વર્ષીય પુત્ર અલીહસન શૌકત ખાન, ૨૮ વર્ષીય બહેન મારિયા અરફાન ફુક્કી, તેના બે પુત્ર સાતવર્ષીય ઉમેર અરફાન ફુક્કી, ચાર વર્ષીય ઉમેર અરફાન ફુક્કી, ચાર વર્ષીય યુસુફ અરફાન ફુક્કી, ભિવંડીમાં રહેતી બહેન સુબિયા જોસેફ ભરમલની પાંચ મહિનાની પુત્રી અસરિયાની ક્રૂર પણે હત્યા કરી હતી. જ્યારે સુબિયાને ગળા પર ગંભીર ઇજા થઇ હતી. પોતાના  જ કુટુંબના ૧૪ જણના મર્ડર બાદ આરોપી હસનૈન વરેકરે હાથમાં છરો રાખીને બેડરૃમમાં પંખા સાથે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આરોપી યુવકે મૃતક અને ઇજાગ્રસ્તના જમવામાં કે ઠંડાપીણામાં ઘેનની દવા કે ઝેર ભેળવી દીધું હોવાની શક્યતા છે. આથી કદાચત હત્યાકાંડ વખતે તેઓ ઘેન અવસ્થામાં હતા. અને જીવ બચાવવાનો પ્રયત્ન પણ કરી શક્યા નહોતા.
આ ભયાજનક ઘટના બાદ ઇજાગ્રસ્ત સુબિયા ભરમલે બારીમાંથી બૂમાબૂમ કરી હતી. આ સાંભળીને સ્થાનિક લોકો મદદ માટે આવ્યા હતા. તેમણે સુબિયાને ઘરની બહાર કાઢીને પોલીસને બનાવવી જાણ કરી હતી.

હત્યારો કુરબાનીના બકરા કાપવામાં માહેર હતો
મુસલમાનોમાં પશુની કુરબાની આપવાની જે પ્રથા છે એમાં હસનૈન માહેર હતો, કદાચ આ જ કારણથી તેણે છરાથી એક ઝાટકે પરિવાજનોના ગળા કાપી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અરેરાટીપૂર્ણ હત્યાકાંડને અંજામ આપતા પહેલા આ ઘાતકી નરાધમ નમાઝ પઢવા ગયો હતો. આમ મસ્જિદમાંથી ઘરે આવી તેણે ૧૪ જણની હત્યા બાદ પોતે આત્મહત્યા કરી હતી.

હત્યાકાંડ પૂર્વ આયોજિત હોવાની પોલીસને શંકા
લોહીના નમૂના, વિસેરા અને ખોરાકના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને એનો રિપોર્ટ મળ્યા બાદ કેસ ઉકેલવા જરૃરી માહિતી મળી શકશે. એમ પોલીસે કહ્યું હતું.  પોલીસ હસનૈન મોબાઇલ ફોનના રેકોર્ડ અને લેપટોપની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેના આધારે તે કોના સંપર્કમાં હતો એની વિગત મેળવી શકાય. મૃતક આરોપીએ સામૂહિક હત્યાકાંડનું અગાઉ જ કાવતરુ ઘડયું હોવાની પણ પોલીસને શંકા છે.

ઘટનાનું કવરેજ કરતાં ફોટોગ્રાફરનું હાર્ટએટેકથી મોત
થાણેમાં એક જ પરિવારના ૧૪ સભ્યોની હત્યાની હૃદયદ્રાવક ઘટનાથી ભલભલાને કંપારી વછૂટી જાય છે. આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા પત્રકારો અને ફોટોગ્રાફરો પણ હૃદયદ્રાવક દ્રશ્યો જોઇ હેબતાઇ ગયા હતા.
થાણેની સિવિલ હોસ્પિટલમાં આ ઘટનાનું કવરેજ કરવા ગયેલ એક ફોટોગ્રાફર રતન રાધેશ્યામ ભૌમિક ઘટનાના ફોટા લેતી વખતે જ છાતીમાં દુખાવો ઉપડતા ફસડાઇ પડયા હતા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જોકે તેમણે ગયા વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરાવ્યાનું ખૂલ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 62 = 63

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud