જોકે થોડીવારમાં સેન્સેક્સ લાલ નિશાન પર આવી ગયો, નિફ્ટી 7000 ની નીચે
– હાલ સેન્સેક્સ 50 પોઇન્ટ જ્યારે નિફ્ટી 48 પોઇન્ટ ઘટીને કારોબાર કરી રહ્યું છે
અમદાવાદ તા. 29 ફેબ્રુઆરી 2016
દેશના શેર બજારના પ્રમુખ સૂચકાંકોમાં બજેટના દિવસે સોમવારના રોજ ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ ડોલરની સરખામણીએ રૂપિયામાં પણ 12 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો. જોકે પાછળથી સાડા દસ વાગ્યા સુધી તેને રિકવર કરકા 4 પૈસા સુધી પહોંચી ગયો.
આજે રોજ નાણા મંત્રી અરૂણ જેટલી વર્ષ 2016-17નું આમ બજેટ રજુ કરી રહ્યાં છે. બજાર શરૂ થતાની સાથે જ રૂપિયો 7 પૈસા ઘટીને 68.69 પર ખુલ્યો. જે પાછળથી 12 પૈસા તુટ્યો અને ફરી 8 પૈસા રીકવર થઇ ડોલરની સરખામણીએ 68.59 પર પહોંચ્યો.
દેશના પ્રમુખ સુચકાંક સેન્સેક્સ 9:42 વાગ્યે 9.27 પોઇન્ટ ઘટીને 23,145.03 પર અને નિફ્ટી પણ લગભગ આ સમયે 7.70 પોઇન્ટના ઘટાડાની સાથે 7,022.05 પર કારોબાર કરતો જોવા મળ્યો.
મુંબઇ સ્ટોક એક્સચેન્જ (બીએસઇ0ના 30 શેર પર આધારીત સંવેદી સૂચકાંક સેન્સેક્સ સવારે 84.2 પોઇન્ટની મજબુતીની સાથે 23,238.50 પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 20.7 પોઇન્ટની મજબુતીની સાથે 7,050.45 પર ખુલ્યો.
આ લખાય છે ત્યારે બીએસઇનો સેન્સેક્સ 49.18 (0.21%) પોઇન્ટ ઘટીને 23,105.12 પર જ્યારે નિફ્ટી 47.05 (0.67%) પોઇન્ટ ઘટીને 6,982.70 પર કારોબાર કરી રહ્યું છે.