Saurashtra Bhoomi News

બજેટ 2016: ઈન્કમ ટેક્સ સ્લેબ યથાવત્, કાર-સોનું મોંઘા, મકાન લેવું થયું સસ્તુ

Want create site? Find Free WordPress Themes and plugins.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં વર્ષ 2016-17 માટે બજેટ રજુ કર્યું. બજેટ પહેલા જ શેર બજારમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી.  બજાર 120 અંક વધારા સાથે ખુલ્યું હતું. પરંતુ ત્યારબાદ સેન્સેક્સ ડાઉન ગયો હતો. રૂપિયામાં પણ કડાકો જોવા મળ્યો.

સંસદની કેબિનેટ બેઠક યોજાઈ જેમાં બજેટ 2016-17ને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ. બજેટ પહેલા રાજ્ય નાણામંત્રી જયંત સિન્હાએ કહ્યું હતું કે લોકોને બજેટ માટે ખુબ આશાઓ  છે અને સરકારે બહુ સમજી વિચારીને બજેટ તૈયાર કર્યુ છે.  સરકાર દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત રવિવારે મન કી બાતમાં પણ વડાપ્રધાને સ્વીકાર્યુ હતું કે આજે 125 કરોડ ભારતવાસીઓ તેમની પરિક્ષા લેવાના છે. વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે સૂચનો આપતાં મોદીએ કહ્યું હતું કે સોમવારે મારી પણ પરીક્ષા છે, સંસદમાં બજેટ રજૂ થવાનું છે, દેશનાં 125 કરોડ નાગરિકો મારી પરીક્ષા લેશે, પરંતુ મને વિશ્વાસ છે એ કે હું તમને પણ સફળતાની શુભેચ્છા આપું છું.

સામાન્ય બજેટની મુખ્ય રજુઆતો પર એક નજર:

નબળા વર્ગ માટે 3 યોજનાઓ

Did you find apk for android? You can find new Free Android Games and apps.