મારા પર ત્રાસ ગુજારી ઇશરત કેસમાં સોંગદનામું બદલાવામાં આવેલું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

P_chidambaram_240_0000_356 1456899102_Ishrat Jahan Encounter Case– ભૂતપૂર્વ ગૃહસચિવ પિલ્લઈ બાદ વધુ એક ભૂતપૂર્વ અધિકારીનો સનસનાટી ભર્યો ખુલાસો

– તત્કાલીન ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ઇશરત જહાં કેસમાં સોગંદનામું બદલાવ્યું હતું

નવી દિલ્હી, તા. 2 માર્ચ 2016

ઇશરત જહાં કેસમાં ભૂતપૂર્વ ગૃહસચિવ જી.કે.પિલ્લઈએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે પૂર્વ ભૂતપૂર્વ ગૃહ મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે સોગંદનામુ બદલાવ્યું હતું. ત્યારે આ કેસમાં વધુ એક ભૂતપૂર્વ અધિકારીનું નિવેદન સામે આવ્યું તે તરફ ઇશારો કર્યો છે કે યુપીએ સરકાર દરમિયાન રાજકીય સ્તર પર આ કેસમાં સોંગદનામુ બદલાવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભૂતપૂર્વ અંડર સેક્રેટરી આર.વી.એસ મણિએ જણાવ્યું કે તેમની પાસે જબદરદસ્તીથી બીજા સોંગદનામા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

યૂપીએ સરકારે આ કેસમાં બે સોંગદનામા દાખલ કર્યા હતા. પહેલા સોંગદનામામાં કહેવામાં આવ્યું હતું કે ઇશરત સહિત ચાર લોકો (જે આતંકવાદી હતા) બોગસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. જ્યારે બે મહિનાની અંદર જ દાખલ કરવામાં આવેલું બીજુ સોગંદનામામાં સરકારે યૂ-ટર્ન લેતા કહ્યું હતં કે આ વાકના કોઇ ઠોસ પુરાવા નથી કે તેઓ આતંકવાદી હતા. એક અંગ્રેજી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મણિએ જણાવ્યું કે તેઓ પહેલા સોંગદનામાથી સહમત છે. તેમને કહ્યું,’હું પહેલા સોંગદનામાને માનું છે કારણે કે તે ઉપલબ્ધ હકીકતો પર આધાર હતું. તામા ઉપલબ્ધ માહિતીને ભેગી કરી એક સીરીયલ રીતે એફિડેવિટમાં દાખલ કરવામાં આવ્યું હતું. જે પહેલું સોગંદનામું હતું.

બીજા સોગંદનામા અંગે પુછવા પર મણિએ કહ્યું કે,’બીજું સોગંદનામું મે તૈયાર કર્યું નહતું. પરંતુ તેના પર હસ્તાક્ષ કરવાના આદેશ મળ્યા હતા, એટલા માટે તેમને તેને ફાઇલ કરી હતી.’ મણિ અનુસાર તેમને બીજા સોંગદાનામા પર જબરદસ્તીથી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમને કહ્યુંકે,’એસઆઇટી વડા સતીશ વર્મા પર દ્વારા તેમને ટોર્ચર કરવામાં આવ્યા તથા સિગારેટના દામ પણ આપ્યા હતા. ઉપરાંત એક સીબીઆઇ અધિકારી પણ મારો પીછો કરતો હતો.’

જી.કે.પિલ્લાઇનો ખુલાસો
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં કેટલાય સનસનાટીભર્યા ખુલાસા કરી ચૂકેલા ભૂતપૂર્વ ગૃહસચિવ જી.કે.પિલ્લઈએ વધુ એક ખુલાસો કરતા દાવો કર્યો કે 2009માં તત્કાલીન ગૃહ મંત્રી પી ચિદમ્બરમે આ કેસમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું બદલાવ્યું હતું જેથી ઇશરતનો લશ્કર-એ-તૈયબા સાથેના કનેક્શનની વાત સામે આવી ન શકે. પિલ્લાઇ યૂપીએ સરકાર દરમિયાન ગૃહ સચિવ હતા. તેમણે જણાવ્યું કે,’તત્કાલિન ગૃહ મંત્રી પી ચિદમ્બરમે જોઇન્ટ સેક્રેટરી પાસે ઇશરક જહાં કેસની ફાઇલો મંગાવી હતી અને કહ્યું હતું કે સોગંદનામુ બદલાવાની જરૂર છે.’

લશ્કરની સાઇટ પર હતું ઇશરતનું નામ
તેમણે કહ્યું કે આતંકવાદી હથિયાર લઇને આવ્યા હતા અને એન્કાઉન્ટરમાં માર્યા ગયા. તેમાં કશું ખોટુ ન હતું. મૂળ વાત તે છે કે એન્કાઉન્ટર બોગસ હતું કે નહીં. સીબીઆઇ બાદ આ કેસ કોર્ટમાં છે. તે દરમિયાન ઇશરતને શંકાનો લાભ મળ્યો હતો. તે સમયે ઇશરતની સામે કોઇ સીધો પુરાવો સામે આવ્યો નહતો. પાછળથી લશ્કર-એ-તૈયબાની સાઇટ પર તેનું નામ જાહેર કરવામાં આવ્યું. જોકે ઉહાપો મચવા પર તેનું નામ સાઇટ પર હટાવી દેવામાં આવ્યું હતું.

હેડલીએ પણ જણાવ્યું ફિદાયીન હુમલાવર હતી ઇશરત
થોડા દિવસો પહેલા 26/11 મુંબઇ આતંકવાદી હુમલાના કાવતરાને લઇને આતંકવાદી ડેવિડ હેડલીએ ખુલાસો કરતા કોર્ટમાં કહ્યું હતું કે ઇશરત જહાં લશ્કર-એ-તૈયબાની ફિદાયીન હુમલાખોર હતી. હેડલીએ કહ્યું કે ઇશરત અંગે મને મુજમ્મિલ ભટ્ટે પાસે જાણવા મળ્યું કે ભારતમાં તેમની એક આત્મઘાતી મહિલા હુમલાખોર મારી ગઇ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

26 − = 24

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud