સ્મૃતિ ઈરાની સામે નવો સવાલ : શું તમારા પૂર્વ સહયોગીએ કન્હૈયાનો વીડિયો બનાવ્યો હતો?

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

images News2_20160302100841964જેએનયુ રોમાંથી વધુ એક વિવાદ બહાર આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, સ્મૃતિ ઈરાનીના પૂર્વ સહયોગીએ કન્હૈયા કુમારનો એન્ટી-ઈન્ડિયા સ્લોગનનો વીડિયો બનાવ્યો છે તેવી વાત સામે આવી છે.

દિલ્હી સરકારના આદેશ પર જેએનયુ વિવાદાસ્પદ કાર્યક્રમની વીડિયો ક્લિપીંગના સેટની હૈદરાબાદની ટ્રુથ લેબમાં ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. જેમાં માલૂમ પડ્યું છે કે, સાતમાંથી બે વીડિયોમાં તોડજોડ કરવામાં આવી છે.

ટ્રુથ લેબના અધિકારીએ એક વાતચીતમાં ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, દિલ્હી સરકારે મોકલેલ સાત વીડિયોમાંથી બે વીડિયોમાં છેડછાડ કરવામાં આવી છે. તેમને પૂછાયું હતું કે, જે અવાજને જોડવામા આવ્યા છે તે વ્યક્તિ છેડછાડ કરાઈ ગઈ ક્લિપ્સમાં નજર નથી આવ્યા, ત્યારે તેમણે હકાર આપ્યો હતો.

પહેલો વીડિયો ક્યુ-1ના નામથી છે. જેનુ ટાઈટલ કન્હૈયા કોટ્ચ શાઉટિંગ એન્ટિ-ઈન્ડિયા સ્લોગન્સ છે. આ ક્લિપ યુટ્યુબ પરથી આવી હતી, જે બાદમાં મીડિયામાં ફરતી થઈ હતી. જ્યારે બીજા વીડિયોનુ નામ ક્યુ-2 છે. એક ચેનલના રિપોર્ટ મુજબ, આ વીડિયો શિલ્પી તિવારી નામના યુઆરએલ એડ્રેસ પરથી ઉઠાવાઈ છે.

શિલ્પી તિવારી અમેઠીમાં લોકસભા ઈલેક્શન દરમિયાન સ્મૃતિ ઈરાનીની કેમ્પેઈન મેનેજર હતી. તે ટ્વિટરની એક્ટિવ મેમ્બર છે, જે ટ્વિટર પર સંઘની આઈડિયોલોજીનો ફેલાવો કરે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તિવારીએ આ ઘટના બાદ પોતાનુ ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે અને તે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી દિલ્હી સરકારે જેએનયુ કેમ્પસમાં 9 ફેબ્રુઆરીના કથિત દેશવિરોધી નારેબીજીની ઘટના માટે 13 ફેબ્રુઆરીએ મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ કર્યો હતો. આ પહેલા કથિતરૂપે જેએનયુ કેમ્પસમાં એક કાર્યક્રમમાં ભારત વિરોધી નારેબાજી કરનારા વીડિયો સામે આવ્યા બાદ મામલો વધુ વણસ્યો હતો.

સોશિયલ મીડિયા પર એવી પણ વાતો થઈ છે કે, સ્મૃતિ ઈરાનીએ શિલી તિવારીને 35,000 રૂપિયાના પગારથી કન્સલટન્ટ તરીકે હાયર કરી છે. જેની મીટિંગ નોટ સોશિયલ મીડિયા પર મોટાપ્રમાણે ફરતી થઈ છે. તેમજ તિવારીની કન્હૈયાનો વીડિયો બનાવવાની વાતો પણ ઉડી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud