કેટલાક લોકોની ઉંમર વધે છે,સમજણ નહી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-modi71લોકસભામાં આભાર પ્રસ્તાવ દરમ્યાન પીએમ મોદીએ ટોણો માર્યો

લોકસભામાં બજેટ સેશનમાં થેંક્યુ મોશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આપતી વખતે વિપક્ષે કરેલા પ્રહારોનો પોતાની આગવી શૈલીમાં જડબાતોડ જવાબ આપ્યો હતો.

મોદીએ કહ્યુ હતુ કે લોકસભા નહી ચાલવાના કારણે દેશને અને વિપક્ષને નુકસાન થાય છે.ચર્ચા દરમ્યાન સંસદની ગરીમા બની રહે તે જરૃરી છે.જનહિતના તમામ બીલ અટકેલા છે.આ બીલો પાસ થાય તે દેશના હિતમાં પણ જરુરી છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે કાળા નાણુ સ્વૈચ્છિક રીતે જાહેર કરવાની યોજનાને ફેર એન્ડ લવલી સ્કીમ ગણાવી હતી.મોદીએ આ કટાક્ષનો જોરદાર જવાબ આપતા કહ્યુ હતુ કે કેટલાક લોકોની ઉંમર વધે છે પરંતુ સમજણ નહી અને તેઓ બળજબરીથી વિરોધ કરતા રહે છે.લઘુતાગ્રંથિથી પિડાતા વિપક્ષના કેટલાક નેતાઓ તેમની પાર્ટીના સાંસદોને બોલવા દેતા નથી.

મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર 2013માં અધ્યાદેશ ફાડી નાંખ્યો હતો તે કિસ્સાનો ઉલ્લેખ કરીને કહ્યુહ તુ કે દેશ આ ઘટનાને ભુલ્યો નથી.રાહુલ ગાંધીનુ નામ લીધા વગર મોદીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે કેટલાક સાંસદ મનોરંજન પણ કરાવે છે.જેનાથી વિપક્ષમાં જે પ્રતિભાશાળી સાસંદો છે તેને બોલવાનો મોકો નથી મળતો.વિપક્ષને મોદીએ કહ્યુ હતુ કે હું નવો છું,પહેલી વખત સંસદમાં આવ્યો છું,મને લોકોનો સરકારમાં વિશ્વાસ કેવી રીતે વધે તેના પર સૂચનો આપો.દરેક ક્ષેત્રમાં એનડીએ સરકારનુ કામ કોંગ્રેસ કરતા બહેતર છે.જે જીએસટી બીલ કોંગ્રેસ લાવ્યુ હતુ તે જ હવે કોંગ્રેસે પાસ નહી થવા દેવાનુ નક્કી કર્યુ છે.

રાહુલ ગાંધીએ મેક ઈન ઈન્ડિયાની લોકસભામાં મજાક ઉડાવી હતી.તેને ટાર્ગેટ કરીને મોદીએ કહ્યુ હતુ કે આપણે જાણે આપણા દેશની તસવીર એવી બનાવી દીધી છે કે ભીખનો કટોરો લઈને નીકળ્યા હોય.આવુ મારુ નથી કહેવુ,આ વાત ઈંદિરા ગાંધીએ કહી હતી. આ જ રીતે રાજીવ ગાંધીએ કહ્યુ હતુ કે સંસદમાં સવાલ ઉઠાવાય છે અને સરકારે તેનો જવાબ આપવાનો હોય છે.આ દરમ્યાન કોઈને પણ બક્ષવામાં આવતા નથી.પરંતુ આ દરમ્યાન સંસદની ગરિમા બની રહેવી જોઈએ.

મોદીએ કહ્યુ હતુ કે દરેક સત્રમાં એક સપ્તાહ એવુ નક્કી થવુ જોઈએ જેમાં પહેલી વખત સાંસદ બનનારાને બોલવાનો મોકો મળે.હું એટલા માટે નથી કહેતો કે હું પહેલી વખત ચૂંટાયો છું પરંતુ નવા વિચારોની જરૃર છે.નવા સાંસદો બહુ જરુરી વાતો મુકી શકે છે.8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે સંસદમાં માત્ર મહિલા સાંસદોને બોલવાનો મોકો આપવામાં આવે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud