Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

MS યુનિ .ના વિદ્યાર્થીઓ નું ભાવિ કચરાપેટીમાં : ઉત્તરવહીઓ કચરાપેટીમાંથી મળી

By  | 

1457005674_20160303_164343 1457005777_Screenshot_2016-03-03-15-23-05 1457005958_Screenshot_2016-03-03-15-24-05

૨૦૧૫ ની ઉત્તરવહીઓ નું બંડલ કચરાપેટીમાં પડ્યું હતું

ઘટના પ્રકાશમાં આવતા તંત્ર એ તપાસનું આશ્વાસન આપ્યું

વડોદરા ,૩ માર્ચ

શહેરની મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી ની ટેકનોલોજી  ફેકલ્ટી માં 2015 ની ઉત્તરવહીઓ  ફેકલ્ટી નાજ  ડસ્ટબિન માં નજરે પડતા ચકચાર મચી જવા પામી છે .  કચરાપેટી માં ટેકનોલોજી ફેકલ્ટીના  સ્ટ્રક્ચર વિભાગ ની ઉત્તરવાહી  નજરે પડતા ફેકલ્ટી ના સત્તાધીશો એ એક તબ્બકે એક બીજા પર  દોષા રોપણ  કર્યું હતું.

આ ઉત્તરવાહી  નું જે પેકેટ કચરા પેટી માંથી મળ્યું તેની  ઉપર  ફેકલ્ટીના સૌથી સિનયર એવા  આઈ આઈ પંડ્યા નું નામ હતું .જયારે હાલ ચાલી રહેલા આઈ.આઈ.પંડ્યા ના વિવાદ ના કારણે કોઈકે તમના ઉપર કિન્નાખોરી દાખવી આ કૃત્ય  કર્યું છે તેવું પ્રાથમિક તબ્બકે નજરે ચઢ્યું હતું .

ઉત્તરવહી ના માર્ક્સ વિદ્યાર્થી ના પરિણામમાં ઉમેરવાના હોત તો શું થાત ?

આ તપાસેલી ઉત્તરવાહી ના માર્ક્સ જો વિદ્યાર્થીઓ ના મુખ્ય રીઝલ્ટમાં ઉમેરવાના હોય તો આટલી મોટી નિષ્કાળજી ના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભાવી જોખમ માં  મુકાઈ શકે તેમ હતું . આ વાતની જાણ HOD ડો બિમલ શાહ  ને થતા તમામ સ્ટાફ કચરાપેટી પાસે ભેગો થઇ ગયો હતો અને એકબીજા પર દોષારોપણ શરુ કરી દીધું હતું .

સફાઈના નામે માત્ર આઈ.આઈ.પંડ્યા લખેલું કવર જ કેમ ફેકાયું ?

હાલ ચાલી રહેલા આઈ.આઈ. પંડ્યા ના વિવાદ માં ટેકનોલોજી ફેકલ્ટી માં HOD ની જગ્યા એ તેમના થી ૧૬ વર્ષ જુનિયર ને આ હોદ્દો સોપાતા વિવાદ સર્જાયો હતો, જો કે આ મામલે  ચાલી રહેલા વિરોધની વચ્ચે જ ઉત્તરવાહી ને કચરાપેટીમાં ફેકવાનો કિસ્સો આઈ.આઈ પંડ્યા માટે મુશ્કેલી વધારી શકતો હતો. જેથી કોઈક ચોક્કસ જૂથ દ્વારા આ કૃત્ય કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું

આ વાતની જાણ ડીન એસ.એસ ભટ્ટાચાર્ય ને થતા તે સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે તપાસ થશે તેવું આશ્વાસન આપ્યું હતું .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud