Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

વડોદરા : કારેલીબાગ નજીક ચાલતી કારમાં આગ લાગી

By  | 

1457173372_car fired at karelibaug vadodara– બાજુમાં જતી કારના ચાલકે આગ ની જાણકારી આપી

– સમયસુચકતા ના કારણે વિસ્ફોટ થતા અટક્યો

વડોદરા, 5  માર્ચ 2015

વડોદરા શહેરના કારેલીબાગ પાણીની તાકી થી અમિત નગર જવાના માર્ગ ઉપર આંજે બપોરના સમયે એક મારુતિ ફ્રન્ટી કારમાં આગ લાગતા રસ્તા પણ નાસભાગ મચવા પામી હતી ,જયારે કારચાલકની સમય સુચકતા ના કારણે વિસ્ફોટ થતા ટળ્યો હતો.

વારસિયા રીંગ રોડ પર આવેલી સ્નેહલ પાર્ક સોસાયટી માં રહેતા કમલેશ સુમનભાઈ પટેલ આજે બપોરે  પોતાની મારુતિ ફ્રન્ટી કાર લઇ  પાણીની ટાંકી થી અમિત નગર તરફ જી રહ્યા હતા ત્યારે ભવાની સોસાયટી નજીક તેઓની કારના બોનેટ માંથી ધુમાડો નીકળતો હોય પાસે થી જતી કારના ચાલકે તેમને રોકી અને આ અંગે જાણ કરી હતી ,ધુમાડો જોઈ કારમાંથી નીચે ઉતરી અને તરત જ તેમના મિત્ર એ ૧૦૮ ને જાણ કરી હતી પણ ત્યાં સુધી કાર આગની લપ્ટો માં ઘેરાઈ ગઈ હતી .

સમયસુચકતાના કારણે વિસ્ફોટ થતા અટક્યો

કાર આગમાં સ્વાહા થતી જોઈ અને કારચાલક અક્મ્લેશ ભાઈ એ ગાડી ની અંદર પચાદના ભાગે આવેલા  CNG ગેસ ની ટાંકી નો વાલ્વ બંધ કરી દીધો હતો . જો વાળ બંધ નહિ થતો તો CNG ગેસ ના કારણે પ્રચંડ વિસ્ફોટ થવાની સંભાવના હતી  જેથી કારચાલક કમલેશભાઈ ની સમયસુચકતા કારણે વિસ્ફોટ થતા અટકી શકાયો હતો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 3 = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud