Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

JNUના જ પ્રોફેસરે કનૈયા કુમારના ભાષણની પોલ ખોલી

By  | 

1457437310_Kanhaiya_Kumar_2734474gતથ્યની ચકાસણી કરીને ભાષણ કરવા સલાહ આપી

જેએનયુમાં દેશદ્રોહી સુત્રોચ્ચારના આરોપી કન્હૈયા કુમારે જામીન પર છુટયા પછી આપેલા ભાષણ સામે ખુદ જેએનયુના અધ્યાપકે જ સવાલો ઉભા કર્યા છે.
યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં છાત્રોને સંબોધિત કરી રહેલા અંગ્રેજીના પ્રોફેસર તેમજ કવિ મકરંદ પરાંજપેએ પોતાના વકત્વ્યમાં સવાલ ઉઠાવ્યો હતો કે કન્હૈયાએ પોતાનુ બહુચર્ચિત ભાષણ આપતા પહેલા તથ્યોની ચકાસણી કરી હતી ખરી?
કનૈયાએ પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે ઈટાલીના તાનાશાહ મુસોલીની સાથે આરએસએસના ગુરુ ગોલવેલકરે મુલાકાત કરી હતી.પ્રોફેસર પરાંજપેએ કહ્યુ હતુ કે આ વાત ખોટી છે.મુસોલીની સાથે ગોલવેલકરે નહી મુંજેએ મુલાકાત કરી હતી.મારુ એવુ નથી કહેવુ કે હિન્દુવાદી પરિબળો ફાસીવાદથી પ્રભાવિત ન હતા.પરંતુ કન્હૈયાએ જે વાત કહી હતી તે તથ્યથી વેગળી હતી.જે રીતે ફાસીવાદ લોકતંત્રના વિરોધમાં છે તે જ રીતે સ્ટાલીનવાદ પણ લોકતંત્રના વિરોધમાં છે.
પરાંજપેએ કહ્યુ હતુ કે મને એવા દેશના નાગરિક હોવાનો ગર્વ છે જ્યાં એક ન્યાયિક હત્યાના નામે આટલો મોટો હંગામો ઉભો કરી શકાય છે.શું તમને ખબર છે કે રશિયામાં સ્ટાલિનના શાસન દરમ્યાન ૧૯૨૦ થી ૧૯૫૦ દરમ્યાન કેટલી હત્યાઓ થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

48 − = 47

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud