શહેર ના સમા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમલેક્ષ ની પાછળના ભાગે બની રહેલા ખ્રિસ્તી પ્રાર્થના હોલ ના પાયાના કામકાજ દરમિયાન બાજુના જુના મકાન ની પાયાની દીવાલ ધસી પડતા 2 શ્રમજીવી દટાયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સમા વિસ્તારમાં ચૈતન્ય ધામ સોસાયટી નજીક “સેકર્ડ હાર્ટ પ્રેયર હોલ” નાં નામ થી બિલ્ડીંગ નું બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે પાયા ના કામ દરમિયાન બાજુના જુના મકાન ની દીવાલ ધસી પડતા 15 ફુટ નીચે પાયાનું કામ કરતા મજૂરો દબાઈ ગયા હતા . જેમાં પિતા -પુત્રી નું મોત નીપજ્યું હતું.
ઘટના બનતા જ કોન્ટ્રાક્ટર ફરાર
દીવાલ પાડવાની ઘટના બનતા ની સાથે સ્થાનિકોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી . ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા કામ કરતો કોન્ટ્રાકટર સ્થળ છોડી ભાગી ગયો હતો.જયારે સ્થળ પર પહોંચ્યા બાદ 5 વર્ષીય હંસા રમેશભાઈ રાઠવા ને કાટમાળ માંથી બહાર કાઢી અને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લ્હાતે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જયારે કિશોરી ના પિતા રમેશભાઈ રાઠવા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પેરાટેક શોરીંગ, અને હાઇડ્રોલિક ટુલ્સ વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ.
ફાયર ઓફિસર ઓમ જાડેજા એ જણાવ્યું હતું કે સમગ્ર ઓપરેશનમાં ફાયરબ્રિગેડ ની બે ટિમ જોડાઈ હતી .પેરાટેક શોરીંગ, અને હાઇડ્રોલિક ટુલ્સ નોઉપયોગ કરી અને ઇજાગ્રસ્તો ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી .આવતાની સાથે 5 વર્ષીય હંસા ને બહાર કઢાઈ હતી જયારે રમેશ ભાઈ રાઠવા પર મોટો પત્થર પડતા શરીરના બે ટુકડા થઇ ગયા હતા.