ભારતમાં લોકતંત્ર સાથે ઝડપી વિકાસ પણ સધાય છેઃ મોદી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20160312115518985વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આજે એડવાન્સિંગ એશિયા કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાને વિકાસની દિશામાં તેમની સરકારે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં લોકતંત્ર સાથે ઝડપી વિકાસ પણ હાંસલ કરાય છે. મહિલા વિશે વડાપ્રધાને કહ્યું હતું કે એશિયમાં મહિલાઓનું નેતૃત્વનું પ્રમાણ મોટું છે. ભારતમાં ચાર રાજ્યોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ મહિલાઓ કરે છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા ક્વોટામાં સુધારો કરાયો છે. આ કારણે ભારત જેવા દેશોને નિર્ણય લેવામાં મદદ મળી રહેશે. વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પરિવર્તન તથા ઊભરતી અર્થ વ્યવસ્થામાં વધતી જતી ભાગીદારીનો પ્રતિબિંબ દ્રષ્ટિમાન થવો જોઈએ. 21મી સદી એશિયાની છે અને આ કાર્યક્રમ ભવિષ્યનું રોકાણ છે. ભારત સરકારનો લક્ષ્યાંક 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે. યુવાનો માટે બજેટમાં સ્ટાર્ટ અપની જોગવાઈ કરાઈ છે અને ગરીબોને બેન્કો સાથે જોડવામાં આવ્યાં છે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારત  કાર્બન સબસિડીમાંથી કાર્બન ટેક્સ તરફ આગળ વધી રહ્યું છે. એશિયા મહાદ્વિપમાં ભારતે મોટા પાયે યોગદાન આપ્યું છે અને એશિયા પ્રગતિ કરે તેવી તમામની ઈચ્છા છે.

મહિલા વિશે તેમણે કહ્યું હતું કે એશિયમાં મહિલાઓના નેતૃત્વનું પ્રમાણ મોટું છે. ભારતમાં ચાર રાજ્યોમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું નેતૃત્વ મહિલાઓ કરે છે.

આઈએમએફના સીઈઓ ક્રિસ્ટીન લગાર્ડે ભારતની આધાર કાર્ડ યોજનાની ભારે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે નિર્ધારિત લોકો સુધી સબસિડી પહોંચાડવા આ એક ખુબ જ સારી યોજના છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 87 = 96

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud