સાત હજાર કરોડની વસૂલાત માટે રૂ. 150 કરોડના કિંગફિશર હાઉસની આજે હરાજી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
News35_20160317083621717ટ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના વડપણ હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમ દ્વારા મુંબઈના જોગેશ્વરીમાં આવેલા કિંગફિશર હાઉસની આજે ગુરુવારે 17 માર્ચ 2016એ ઓનલાઈન હરાજી કરાશે. બેન્કોના આ કોન્સોર્ટિયમે જ વિજય  માલ્યાને કિંગફિશર એરલાઈન્સ શરૂ કરવા મોટા પાયે લોન આપી હતી.

માલ્યાની માલિકીના કિંગફિશર હાઉસનો બેન્કોના કોન્સોર્ટિયમે ફેબ્રુઆરી 2015માં કબજો લીધો હતો. આ બિલ્ડીંગ જ કિંગફિશર એરલાઈન્સનું હેડક્વાર્ટર હતું. તેની કિંમત રૂ. 150 કરોડ જેટલી છે. આ હરાજી ઈ-ઓકશન હશે. કોન્સોર્ટિયમે ગોવામાં પણ કિંગફિશર વિલાનો પણ કબજો મેળવી લીધો છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિદેશમાં અધિકારીઓને પત્રો લખનાર છે. આ પત્રનો આશય દેશ બહાર માલ્યાની માલિકીની મિલકતો વિશે માહિતી મેળવવાનો છે.

કિંગફિશર એરલાઈન્સને રૂ. 6,963 કરોડની લોન આપનાર બેન્કોના કન્સોર્ટિયમે કિંગફિશર હાઉસની 17 માર્ચે હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો.

કિંગફિશર એરલાઈન્સનું આટલું જંગી દેવું ચુકવવાનું બાકી હોવાથી વિજય માલ્યા રાતોરાત લંડન ભાગી ગયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

65 + = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud