સમલૈંગિક સંબંધ ગુનો નથી, પરંતુ લગ્ન પર પ્રતિબંધ જરૂરી: RSS

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20160318120326664 9k=સમલૈંગિક સંબંધો અંગે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નેતા દત્તાત્રેય હોસબોલે તરફથી જે નિવેદન આવ્યું છે તેના પર વિવાદ ઊભો થઈ ગયો છે. એક કાર્યક્રમમાં તેમણે આ પ્રકારના સંબંધોની વકિલાત કરતા કહ્યું હતું કે સમલૈંગિક સંબંધો કોઈ અપરાધ નથી. કોઈની પણ સેક્સ પસંદગી ત્યાં સુધી અપરાધ નથી જ્યાં સુધી તેનાથી અન્ય કોઈના જીવન પર અસર ન પડે. આ નિવેદન બાદ સમલૈંગિકતાને બિનઅપરાધની શ્રેણીમાં મુકવા અંગેની ચર્ચાઓને બળ મળ્યું છે.

એક કાર્યક્રમમાં આરએસએસના સયુંક્ત મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે જ્યાં સુધી બીજાના જીવન પર અસર ન કરે ત્યાં સુધી સમલૈંગિકતા કોઈ અપરાધ નથી. સેક્સની પસંદગી એ કોઈની અંગત બાબત છે. અત્રે જણાવવાનું કે આ નિવેદન બાદ એવી આશા પણ જાગી છે કે સરકાર આઈપીસીની કલમ 377ને રદ કરવાની કોશિશ કરે. આ કલમ હેઠળ સમલૈંગિકતા એ અપરાધ ગણાય છે. ગત મહિને સમલૈંગિકતાને બિનઅપરાધ તરીકે ગણાય તે માટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભાજપના સાંસદોના વિરોધના કારણે તે સ્વીકારાયો નહતો.

જો કે ખુબ જ હોબાળો થયા બાદ દત્તાત્રેય હોસબલેએ પોતાના નિવેદન અંગે ટ્વિટર પર સ્પષ્ટિકરણ આપવું પડ્યું હતું. આજે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સમલૈંગિકતા એ કોઈ અપરાધ નથી પરંતુ સામાજિક સ્તરે અનૈતિક છે. જેમાં સજાની જરૂર નથી પરંતુ તેને એક સાઈકોલોજીક કેસ તરીકે લેવો જોઈએ. જો કે તેમણે અન્ય એક ટ્વિટ કરીને સમલૈંગિક સંબંધોમાં લગ્નોને ફગાવ્યાં હતાં. ટ્વિટમાં લખ્યું છે કે ગે લગ્નો સમલૈંગિકતાનું સંસ્થાકરણ કરે છે આથી તેના પર પ્રતિબંધ હોવો જોઈએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 4 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud