હવે સરકારી જાહેરખબરોમાં CM,રાજ્યપાલના ફોટાને પણ મળી ગઈ મંજૂરી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20160318122717332સરકારી જાહેરખબરોમાં માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના ફોટોગ્રાફ હોવા સંબંધે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર પુર્નવિચાર બાદ કોર્ટે પોતાના જ ચૂકાદામાં સંશોધન કર્યુ છે જે મુજબ હવે મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યોના મંત્રીઓના ફોટા પણ છાપી શકાશે. સુપ્રીમ કોર્ટે પોતાના  13મી મે 2015ના આદેશમાં આ સંશોધન કર્યું છે.

ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી અપાયેલી દલીલમાં એટોર્ની જનરલ મુકુલ રોહતોગીએ કહ્યું હતું કે સરકારી જાહેરખબરોમાં કોના ફોટા હોવા જોઈએ તે સુપ્રીમ કોર્ટ નક્કી ન કરી શકે. આ કામ સંસદનું છે. સંસદ આ માટે બજેટ આપે છે અને તે ફંડ પણ રોકી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે.

અટોર્ની જનરલે કહ્યું હતું કે જો વડાપ્રધાનનો ફોટો જાહેરખબરમાં હોઈ શકે તો મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓના કેમ નહીં. અન્યના ફોટા દર્શાવવા એ લોકતંત્રનો એક હિસ્સો છે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે પોતાના એક ચૂકાદામાં કહ્યું હતું કે સરકારી જાહેરખબરોમાં માત્ર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના જ ફોટા હોઈ શકે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

52 − = 43

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud