Saurashtra Bhoomi News

ગાંધીનગર: ગૌભક્તની આત્મહત્યા મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષે કર્યુ વોકઆઉટ

Want create site? Find Free WordPress Themes and plugins.

રાજકોટમાં ગુરુવારે  આઠ જેટલા ગૌભક્તોએ ઝેર પીધુ હતું જેમાંથી એકનું મોત થયું હતું. આ મામલે આજે વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો હતો તથા વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.

વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે “કલેક્ટર કચેરી બહાર ગૌભક્તોનું ઝેર પીવું એ ગંભીર ઘટના છે.” આજે વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષને તક ન અપાતા હોબાળો થયો હતો. વાઘેલાએ આ મુદ્દે કહ્યું કે “ગૃહમાં સરકારે ચર્ચાની તક આપવી જોઈએ. ગૃહમાં ચર્ચાથી આવા બનાવો અટકાવી શકાય છે.” જો કે અધ્યક્ષે આ મુદ્દે કહ્યું હતું કે ઝીરો અવર્સની પ્રથા ગુજરાતમાં અમલી નથી. આ પ્રકારના મુદ્દા ઉઠાવવા માટે સરકારની મંજૂરી જરૂરી હોય છે. આમ અધ્યક્ષ દ્વારા વિપક્ષનો મુદ્દો ગ્રાહ રાખવામાં આવ્યો નહતો.

આમ ગૌભક્તોની હત્યાના પ્રશ્ને ગૃહમાં ચર્ચાની તક ન મળવાથી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.