કચ્છ: સરહદ પર સેટેલાઈટ ફોનના સિગ્નલ પકડતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News34_20160329120809711ગુજરાતના કચ્છ વિસ્તારમાં ગત રાત્રે ત્રણવાર સેટેલાઈટ ફોનના સિગ્નલ પકડાવવાની ઘટનાથી સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડી ગઈ છે. સેટેલાઈટ ફોનથી સરહદપાર વાત થઈ રહી હતી. સિગ્નલ પકડાવવાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કરી દીધી છે.

કચ્છના સરહદ પરના ગામ સિયોતની આજુબાજુ ગત રાત્રે સુરક્ષા એજન્સીઓએ એક સેટેલાઈટ ફોનના સિગ્નલ પકડ્યા હતાં. આ ફોનનો ઉપયોગ કરનારો સરહદની પેલે પાર કોઈ અન્ય દેશમાં વાત કરી રહ્યો હતો. એજન્સીઓએ સિગ્નલ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. ફોનના માધ્યમથી ત્રણવાર વાત કરવામાં આવી હતી. આ ઘટના બાદ એલર્ટ જારી કરાઈ છે. સુરક્ષા એજન્સીઓને ભારતમાં પ્રતિબંધિત મોબાઈલ કંપની થુરાયાના સિગ્નલ મળ્યાં હતાં. કંપની દુબઈની છે અને ભારતમાં તેના પર પ્રતિબંધ છે.

સુરક્ષા એજન્સીના અધિકારીઓએ તુરંત વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ છે. જો કે એજન્સીઓ તરફથી એવા કોઈ અહેવાલ નથી કે સેટેલાઈટ ફોનથી ત્યાં વાત થઈ રહી હતી. હાલ જો કે તેઓ આ મુદ્દે કશું જણાવવા તૈયાર નથી. સરહદ સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આઈબી પણ પોતાની રીતે આ ઘટનાની તપાસ કરી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud