કોલકાતા: પુલ હોનારતના ઈજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા રાહુલ ગાંધી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20160402112240422કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. હાલ તેઓ કોલકાતામાં થયેલી પુલ હોનારતના પીડિતોને મળવા માટે પહોંચ્યાં છે. અહીંથી નીકળીને તેઓ ત્રણ રેલીને સંબોધિત કરશે. ગુરુવારે થયેલી આ દુર્ઘટનામાં 24 માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં. 7 વર્ષથી બની રહેલા પુલમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ છે.

રાહુલ ગાંધીએ કોલકાતા પહોંચીને સૌપ્રથમ જ્યાં પુલ તૂટી પડ્યો હતો તે જગ્યાની મુલાકાત કરી. ત્યારબાદ તેઓ પીડિતોની મુલાકાત કરવા માટે કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા. પીડિતોને મળ્યાં બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ અહીં ઈજાગ્રસ્ત લોકોને મળવા આવ્યાં છે, કોઈ પણ રાજનૈતિક નિવેદન આપવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ એક કરૂણ ઘટના છે અને દરેક જણે પોતાના થઈ શકે તેટલો સહકાર આપવો જોઈએ

આજે બપોરે 12 વાગ્યે રાહુલ ગાંધી વર્ધમાન જિલ્લાના બિરસા મુંડા ફૂટબોલ ગ્રાઉન્ડમાં રેલી કરશે. ત્યારબાદ 1.30 વાગ્યે બંકુરા જિલ્લાના તમિલબાંધ ગ્રાઉન્ડમાં અને છેલ્લે વર્ધમાન જિલ્લાના દુર્ઘાપુરમાં બપોરે ત્રણ વાગ્યે કલ્પતરૂ મેદાનમાં રેલી કરશે. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. રાજ્યમાં 4થી એપ્રિલથી વિધાનસભાની ચૂંટણીઓ છે. 6 તબક્કામાં થનારી આ ચૂંટણી 5મી મે સુધી ચાલશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

65 + = 72

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud