Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

આત્મહત્યા કરવીએ કોઇ સમસ્યાનું નિવારણ નથી પરંતુ મૂર્ખતા છે: હેમામાલિની

By  | 

– દુનિયા મુશ્કેલીઓનો સામનો કરનાર લોકોની પ્રશંસા કરે છે, હારી જતા લોકોની નહીં

300x250-Hema_Malini_on_Pratyusha_suicide_World_admires_a_fighter_not_loser– હેમા માલિનીએ પ્રત્યુષાની મોતની કવરેજ કરતી મીડિયા પર પણ નિશાન સાધ્યું

મુંબઇ, તા. 5 એપ્રિલ 2016

બોલીવુડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ હેમા માલિનીએ ટેલીવિઝન અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીની મોત પર કહ્યું કે જીવન ટૂંકાવું એ કોઇ પણ સમસ્યાનું નિવારણ નથી. દુનિયા મુશ્કેલીઓનો સામનો કરનાર લોકોની પ્રશંસા કરે છે, હારી જતા લોકોની નહીં. હેમા માલિનીએ ટ્વીટ કર્યું,’આવી રીતે આત્મહત્યા કરવાથી કંઇ પ્રાપ્ત થતું નથી. જીવન આપણા માટે ઇશ્વરે આપેલી ભેટ છે, તેને ટૂંકાવી નાખવાનો આપણને કોઇ અધિકાર નથી.

એમણે કહ્યું,પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે આપણે લડવું જોઇએ અને સફળ થવું જોઇએ નહિં કે મુસીબત સામે આવતા એનાથી લડવાની જગ્યાએ આત્મહત્યા કરી લેવી જોઇએ. દુનિયા લડાઇ કરનારાઓની પ્રશંસા કરે છે હારી જતા લોકોની નહી. ટેલીવિઝન ધારાવાહિક બાલિકા વધૂથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ ગુડગાંવમાં આવેલા પોતાના નિવાસ સ્થાને સાંજે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. હેમા માલિનીએ પ્રત્યુષાની મોતની કવરેજ માટે મીડિયા પર પણ નિશાન સાધ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 8 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud