BCCIએ દેશમાં ક્રિકેટના વિકાસ માટે કશું નથી કર્યુઃ સુપ્રીમ કોર્ટે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-bcci-logoસર્વોચ્ચ અદાલતે બીસીસીઆઈની નિષ્ક્રિયતાની ઝાટકણી કાઢી

11 રાજ્યોમાં ક્રિકેટ માટેના ફંડની ફાળવણી ઝીરો

નવી દિલ્હી, એપ્રિલ 5

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) આજે ફરીથી સુપ્રીમ કોર્ટની ઝડપે ચડ્યુ છે. કોર્ટે આજે કહ્યુ હતું કે બીસીસીઆઈએ ભારતમાં ક્રિકેટના વિકાસ માટે કશું જ કર્યુ નથી. 11 રાજ્યોમાં બીસીસીઆઈએ ક્રિકેટના વિકાસ માટે કોઈ બજેટ ફાળવ્યુ ન હોવાથી સુપ્રીમે આ અવલોકન આપ્યુ હતું.

કોર્ટે બોર્ડ કઈ રીતે ક્રિકેટ પાછળ બેજવાબદાર રીતે નાણા વાપરી રહ્યુ છે તેની પણ નોંધ લીધી હતી. એક વર્ષમા કેટલાક રાજ્યોમાં બીસીસીઆઈએ ક્રિકેટ માટે 450 કરોડ ફાળવ્યા છે. પણ એ રૃપિયા ક્યાં અને કેમ વપરાય છે, એ જોવાની કોઈ તસદી બોર્ડે લીધી નથી. માટે કોર્ટે બોર્ડના અધિકારીઓને બેજવાદાર ગણાવ્યા હતા.

કોર્ટે કહ્યુ હતુ કે બીસીસીઆઈની નાણા ફાળવણીની રીત અન્યાયી છે. અમુક રાજ્યોને અઢળક નાણા આપ્યા છે, જ્યારે 11 રાજ્યોને એક પણ રૃપિયો નથી ફાળવ્યો. રાજ્યો શા માટે તમારી પાસે માગવા આવે? તમે કેમ રકમ ફાળવી નથી, તેનો ખુલાસો કોર્ટે પૂછ્યો હતો. સાથે સાથે ફાળવણીમાં ગડબડને કારણે ભ્રષ્ટ્રાચારને ઉત્તેજન મળે છે, એમ પણ કોર્ટે કહ્યુ હતુ.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 9 = 15

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud