જર્મનીના આ કાર મિકેનિક છે બે દેશોના રાજા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1460129936_CfdZ84zVIAEIT2uઘાના અને ટોગોના વીસ લાખ લોકોના રાજા છે

જર્મનીમાં મિકેનિકનું કામ કરતા સીફાસ બસાહ (67) ઘાના અને ટોગોના વીસ લાખ લોકોના રાજા છે પરંતુ તેઓ જર્મનીમાં રહે છે અને ત્યાંથી સ્કાઈપ્સ વડે તેમનો રાજપાઠ ચલાવે છે.
તેમને ટેન્ગોમાં ‘સુપીરીયર એન્ડ સ્પ્રિચુંઅલ ચીફ ઓફ ઇવે પીપલ’ કહેવામાં આવે છે અને તેમની પદવી સાથે તેમનું પૂરું નામ ‘કિંગ નોગ્બે એનગોરીયિફીયા સીફાસ બસાહ’ છે. ઘાનામાં જન્મેલા સીફાસ બસાહ ઘણા સમય પહેલા (વર્ષ 1970માં) જર્મની આવી ગયા હતા પરંતુ તેમને 1987માં રાજા બનવાનો અવસર મળ્યો. તેમની રાજધાની ટેન્ગોની સીમા પર પૂર્વીય ઘાનામાં આવેલા જ્બી ખાતે છે જ્યાં ત્રણ લાખ લોકો રહે છે.

સોભાગ્ય થી તેમના દાદા ત્યાના રાજા હતા અને તેઓ દાદાના જ કહેવાથી જર્મનીમાં કાર મિકેનિકનું પ્રશિક્ષણ લેવા આવ્યા હતા. ભણતર પૂરું કર્યાની સાથે-સાથે જર્મનીની નાગરિકતા લીધા બાદ તેમણે જર્મનીના લ્યુડવિગશેફેન માં પોતાનું ગેરેજ ખોલી દીધું હતું. પણ વર્ષ 1987માં તેમનું જીવન બદલાઈ ગયું. તેમને એક ફેક્સ મળ્યો કે તેમના દાદા અને હોહોઈના રાજાનું નિધન થઇ ગયું છે. જો કે તેમના પિતા અને મોટા ભાઈ ડાભોળી (લેફ્ટહેન્ડર) હતા એટલે તેમને રાજગાદી પર બેસવા ન દેવાયા.

ઇવે લોકોનું માનવું છે કે ડાબા હાથ થી કામ કરતા લોકો અસ્વચ્છ હોય છે. અને સીફાસ બસાહને તેમના દાદાના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ રાજા બની ગયા. તેમને એક પુત્ર કાર્લો અને પુત્રી કેથરીના છે. તેઓ કાર મિકેનિકનું કામ કરે છે અને સાથે પોતાના દેશનો રાજપાઠ પણ સંભાળે છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 30 = 32

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud