હવે તમે ફેસબુકપર પણ બ્રૉડકાસ્ટ કરી શકો છો Live વીડિયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

– ફેસબુકનું લાઇવ વીડિયો ફિચર તમારા ખિસ્સામાં રાખેલા ટીવી કેમેરા જેવું છે

– ટ્વિટરની એપ Periscope ને એપ ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો

તા. 8 એપ્રિલ 2016

દુનિયામાં સૌથી વધારે વાપરવામાં આવતી સોશિયલ સાઇટ ફેસબુકે ગત વર્ષે લાઇવ વીડિયો ફીચરની શરુઆત કરી હતી. પરંતુ કંપનીએ આ ફિચર માત્ર સેલિબ્રિટી અને વેરિફાઇડ પેજ પુરતુ જ સીમીત રાખ્યું હતુ. પણ હવે કંપનીએ આ ફિચરને સામાન્ય વપરાશકર્તાઓ માટે પણ શરૂ કરવાનું જાહેર કર્યું છે.

ઝકરબર્ગએ કહ્યું કોઇ પણ કરી શકે છે બ્રૉડકાસ્ટ
ફેસબુકના સીઇઓ અને શોધક માર્ક ઝકરબર્ગએ એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે ફેસબુક લાઇવ બધા માટે લોન્ચ કરવામાં આવે છે. ફેસબુક લાઇવ ફિચર મારફતે હવે લોકો લાઇવ વીડિયો શેર કરી શકશે.

માર્ક ઝકરબર્ગએ કહ્યું ફેસબુકનું લાઇવ વીડિયો ફિચર તમારા ખિસ્સામાં રાખેલા ટીવી કેમેરા જેવું છે. આ ફિચરથી દુનિયામાં કોઇ પણ પોતાના વીડિયો બ્રૉડકાસ્ટ કરી શકે છે. આ ફિચર લોકોને એકબીજાને મળવાનો મોકો આપશે.

લાઇવ વીડિયોમાં મળશે ફિલ્ટર્સ
ફેસબુક લાઇવ વીડિયો ફિચર મેસેન્જરના સર્ચ બોક્સમાં મળશે. આમાં ઘણા ફિચર જોડવામાં આવ્યા છે. આ ફિચરમાં વીડિયો ફિલ્ટર્સ પણ છે. જેના મારફતે લાગણી અને અભિવ્યક્તિ પણ દર્શાવી શકાય છે.

ટ્વિટરની એપ Periscope છે લાઇવ સ્ટ્રીમ માટે જાણીતી
તમને જણાવી દઇએ કે ગયા વર્ષે ટ્વિટરે લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ એપ Periscope લોન્ચ કરી હતી. જે ઘણુ જાણીતું થયું અને આ એપને ‘એપ ઓફ ધ યર’નો ખિતાબ પણ મળ્યો. ફેસબુકે પણ મોકો જોઇને ખાસ લોકો માટે લાઇવ વીડિયો ફિચર શરૂ કરી દીધી છે. કારણ કે ફેસબુકને નથી પસંદ કે લાઇવ વીડિયો માટે ફેસબુકના વપરાશકર્તા ટ્વિટર એપનો ઉપયોગ કરે.

તબક્કાવાર જાહેર કરવામાં આવશે એની અપડેટ
ફેસબુકનું આ ફિચર તમારા એન્ડ્રોયડ સ્માર્ટફોન સુધી પહોંચતા થોડો સમય લાગશે. કેમકે કંપની આ ફિચરની અપડેટ તબક્કાવાર જાહેર કરશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

63 + = 67

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud