ફટકડીના 7 એવા ફાયદા જાણીને દૂર થઇ જશે તમારી ઘણી તકલીફો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1460114647_alum– ફટકડીમાં એન્ટિ-બેક્ટીરિયાનો ગુણ જોવા મળે છે

– ફટકડીથી 23 જેટલી સમસ્યાઓ દૂર કરી શકાય છે

અમદાવાદ, તા. 8 એપ્રિલ 2016

વર્ષોથી અમારા-તમારા ઘરમાં ફટકડી(એલમ)નો ઉપયોગ થતો આવ્યો છે. ફટકડીમાં એન્ટિ-બેક્ટીરિયાનો ગુણ જોવા મળે છે. ફટકડી બે પ્રકારની હોય છે લાલ અને સફેદ પણ મોટાભાગના ઘરોમાં સફેદ ફટકડીનો જ ઉપયોગ કરવામાં આવે છે.

કેટલાક ઘરમાં ફટકડીને આફ્ટર શેવની જેમ ઉપયોગ કરે છે તો કેટલાક ઘરમાં ફટકડીનો પ્રયોગ પાણી સાફ કરવામાં કરે છે. આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કર્યો છે. એવુ માનવામાં આવે છે કે ફટકડીથી 23 જેટલી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

ફટકડીના થોડાક શ્રેષ્ઠ ફાયદા

1. ઇજા થવા પર
જો તમને કોઇ ઇજા થઇ હોય અથવા તો ફરીથી ઘા લાગ્યો હોય અને સતત લોહી વહેતુ હોય તો ફટકડીના પાણીથી ઘાને ધોઇ નાંખો. એનાથી વહેતુ લોહી બંધ થઇ જશે. ફટકડીના પાણીની જગ્યાએ તમે ફટકડીને બારીક કરીને પણ લગાવી શકો છો.

2. ચહેરાની કરચલીઓને દૂર કરવામાં મદદરૂપ
જો તમરા ચહેરા પર કરચલીઓ આવી ગઇ હોય તો ફટકડીના પાણીનો ઉપ્યોગ કરવો એ તમારા માટે ફાયદાકારક છે. જો તમે ઇચ્છો તો ફટકડીના એક મોટા ટુકડાને પાણીમાં ડુબોળીને ચહેરા ઉપર હલ્કા હાથેથી લગાવો. થોડા સમય બાદ ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ નાંખો.

3. પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે
જો તમને ખૂબ પરસેવો આવે છે અને તમને પરસેવાની દુર્ગંધ પણ આવે છે તો ફટકડીનો ઉપયોગ તમારા માટે ખાસકરીને લાભદાયી છે. ફટકડીનું બારીક ચૂર્ણ બનાવી લો. સ્નાન કરતા પહેલા ફટકડીના આ ચૂર્ણ થોડીમાત્રામાં પાણીમાં નાંખો. ફટકડીવાળા પાણીથી સ્નાન કરવાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે.

4. દાંતની સમસ્યાનું અસરકારક નિવારણ
ફટકડીમાં એન્ટિબેક્ટીરિયાનો ગુણ હોય છે. દાંતમાં દુખાવો અને મોંની દુર્ગંધને દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જે એક કુદરતી માઉથવૉશ છે. દાંતમાં દુખાવો હોય તો ફટકડીના પાણીથી ગાર્ગલ(કોગળા) કરવું ફાયદાકારક છે.

5. દમ, ખાંસી અને લાળની સમસ્યાનું નિવારણ
જો તમને દમની ફરિયાદ હોય તો ફટકડી તમારી આ સમસ્યાનું રામબાણ ઇલાજ છે. ફટકડીના ચૂર્ણને મધ સાથે ભેળવીને ચાટવાથી દમ અને ખાંસીમાં રાહત મળે છે.

6. માથાની ગંદકી અને જૂં ઓને મારવા માટેનો ઘરેલુ ઉપચાર
જો તમારા માથામાં જૂંઓ પડી હોય તો ફટકડીના પાણીથી વાળ ધોવા ફાયદાકારક રહેશે. ફટકડીના એન્ટિબેક્ટીરિયાના ગુણને લીધે જૂંઓ મરી જાય છે અને માથાની ગંદકી પણ સાફ થઇ જાય છે.

7. યૂરીન ઇન્ફેક્શન થાય તો
યૂરીન ઇન્ફેક્શન થઇ જાય તો પણ ફટકડીનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. પ્રત્યેક દિવસે ફટકડીના પાણીથી આંતરીક ભાગોની સફાઇ કરવાથી ઇન્ફેક્શનનો ખતરો દૂર થઇ જાય છે. આ ઉપરાંત પાણીમાં દ્રાવ્યશીલ અશુદ્ધિને દૂર કરવા માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud