નિકોલ ડિમોલિશન કાંડઃ આજે બંધનું એલાન, બંધને મિશ્ર પ્રતિસાદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News10_20160413092459363અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓએ આજે નિકોલ વિસ્તારમાં નિકોલ રોડ પહોળો કરવાના નામે ઘોર બેદરકારી દાખવીને ચાર જિંદગીઓનું ડિમોલિશન કરી નાંખ્યાની ખૌફનાક ઘટના બની છે. અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ ભાન ભૂલ્યા હોય તેમ ઉતાવળે લોકોને દુકાનોમાંથી સામાન કાઢવાનો સમય આપ્યા વિના જ જેસીબી ફેરવવાનો આદેશ આપ્યો હતો. જેથી ડિમોલિશનના નામે દુકાનો તોડવાની કાર્યવાહીમાં મ્યુનિ.ના અધિકારીઓએ ઉતાવળથી દીવાલ ધરાશાયી થઇ હતી જેમાં મ્યુનિ.એ ચાર વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

નિકોલની આ કરુણ ઘટનાથી સ્થાનિક લોકો, કોંગ્રેસ અને પાસ દ્વારા નિકોલ બંધનું એલાન આપ્યું છે. મળતી માહિતી પ્રમાણે સવાર સવારમાં નિકોલમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

કોઈ અનહોની ન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ચાર-ચાર વ્યક્તિઓના ભોગ લેવાયો હોવાની ઘટનાએ નિકોલમાં રોષ ફેલાયો છે. આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનમાં કોઈ અઘટીત ઘટના ન ઘટે એ માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિ.અધિકારીઓએ આટલી ગંભીર બેદરકારી દાખવી
૧. ડિમોલિશનની કામગીરીમાં એકપણ વ્યક્તિને પથરો ઊડીને પણ ન વાગે તે જોવાની જવાબદારી તંત્રની છે પણ નિકોલમાં ડિમોલિશન શરૃ કરાયું ત્યારે લોકોને ખસેડવાની કામગીરી કરાઇ ન હતી. એટલે કે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો ન હતો.
૨. ડિમોલિશન પહેલા લોકોને નોટિસ આપવાની હોય છે પણ મ્યુનિ.એ ૨૦૧૧માં એકવાર નોટિસ આપી હતી પછી ગઇકાલે માત્ર મૌખિક સૂચના આપીને ૧૨ કલાકમાં જ જેબીસી લઇને તોડવા આવી ચડયાં
૩. નિકોલ રોડની દુકાનો તોડવામાં મ્યુનિ.ના અધિકારીઓ એટલા અધીરા બન્યા હતા કે, લોકોને દુકાનમાંથી સામાન કાઢવા માટેનો પણ સમય આપવામાં આવ્યો નહીં.
૪. એકવાર દુકાનને જેસીબીના ટચકાં માર્યા બાદ જર્જરિત કરીને છોડી દેવાઇ હતી જે ગમે ત્યારે પડી શકે છે તેવું જાણતા હોવા છતાં પણ આ પ્રકારે જોખમી દુકાનો છોડી દેવાઇ, ઉપરાંત લોકોને પ્રવેશતા રોકવામાં આવ્યા નહીં.
૫. જેસીબી મશીનથી ટચકાં માર્યા બાદ જર્જરિત થયેલી દુકાનોમાંથી લોકો સામાન કાઢી રહ્યાં હતા પણ પોલીસે તેમને સમજાવીને બહાર કાઢવાની તસ્દી લીધી ન હતી. આમ દીવાલ ધરાશાયી થયા બાદ કોઇપણ પ્રકારની મદદ ઉપલબ્ધ હતી નહીં.

કાયદા પ્રમાણે, ડિમોલિશનની પ્રોસિઝર શું ?

૧. ટાઉન પ્લાનિંગ એક્ટમાં ટીપી સ્કીમના રોડ લાઇનનો અમલ કરવા માટે રોડ લાઇનમાં આવતી મિલકતોને કલમ ૬૬ હેઠળ શો-કોઝ નોટિસ અપાય છે. જેમાં નોટિસ મળ્યા બાદ જમીન માલિકીના પુરાવા રજૂ કરવાના હોય છે. ૨. પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા બાદ જમીનમાલિક કે કબજેદારોને કલમ ૬૭ની નોટિસ અપાય છે. જેમાં ત્રણ દિવસમાં જાતે બાંધકામ દૂર કરવાનો આદેશ અપાય છે. જો ત્રણ દિવસમાં બાંધકામ દૂર ન થાય તો તે પછી મ્યુનિ. ગમે ત્યારે બાંધકામ તોડી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

46 + = 51

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud