Saurashtra Bhoomi News

SCની ગુજ. સરકારને લપડાક, “ગુજરાત હોવાનો અર્થ એ નથી કે બધુ હળવાશથી લઈ શકો”

Want create site? Find Free WordPress Themes and plugins.

દેશની સર્વોચ્ચ કોર્ટે આજે ગુજરાત સરકારને બરાબર ઝાટકી નાખી હતી. ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં રેનફોલ, MNREGA અને ફૂડ સિક્યુરિટી પર જે આંકડાકીય માહિતીનું સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું તેનાથી સુપ્રીમ કોર્ટને જરાય સંતોષ થયો નહીં અને કોર્ટે ગુજરાત સરકારને બરાબર લપેટામાં લઈ લીધી. કોર્ટે સ્પષ્ટપણે કહી દીધુ કે ગુજરાત રાજ્ય છો એનો મતલબ એ નથી કે તમે બધું હળવાશથી લઈ શકો. આ કેસ મામલે વધુ સુનાવણી 26મી એપ્રિલે હાથ ધરાશે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ રાજ્યમાં દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોની જાહેરાત મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકાર સામે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો દુષ્કાળની પરિસ્થિતિ અંગે સપ્ટેમ્બર-2015માં જ ખ્યાલ આવી ગયો હતો તો પછી સરકારે જાહેરાત માટે એક એપ્રિલ સુધી રાહ કેમ જોઈ. સરકારે આ અંગે જવાબ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે મોડું થયું હતું. કોર્ટે આ જવાબથી નારાજ થઈને ફરી સરકારને ઝાટકી હતી કે ચૂંટણી આવશે તો બધા કામ બંધ કરી દેશો?

Did you find apk for android? You can find new Free Android Games and apps.