Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

બેંકોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયેલા માલ્યાએ ન્યૂયોર્કમાં પેન્ટહાઉસ માટે ચૂકવ્યાં એક કરોડ ડોલર

By  | 

News5_20160423085103620એકબાજૂ ભારતીય બેન્કો કિંગફિશર એરલાઈન્સ પર લગભગ 9000 કરોડના ઋણની વસૂલીની કોશિશમાં લાગી છે, ત્યાં બીજી બાજુ કંપનીના માલિક વિજય માલ્યાએ ગત મહિને જ ન્યૂયોર્કના મેનહટ્ટનમાં સ્થિત પ્રસિદ્ધ ટ્રમ્પ પ્લાઝામાં એક ફ્લેટનો સોદો કર્યો હોવાના અહેવાલો છે. આ ફ્લેટ માટે માલિયાએ 10 મિલિયન ડોલર ચૂકવ્યાં છે.

લિકર કિંગ માલ્યાની આ ડીલ વર્ષ 2010માં મશહૂર ઈમારતમાં કરવામાં આવેલી ખરીદીનો એક ભાગ છે. તેમણે તેમની પુત્રી તાન્યાના નામે આ ઈમારતમાં એક પેન્ટહાઉસ સહિત ત્રણ ફ્લેટ ખરીદ્યાં હતાં. ન્યૂયોર્ક નાણાકીય વિભાગના દસ્તાવેજો મુજબ માલ્યાએ તે સમયે 46 લાખ ડોલ એટલે કે 21 કરોડ રૂપિયા (તે વખતના ભાવ મુજબ) ચૂકવ્યાં હતાં.

જો કે ગત વર્ષે માલ્યાને ટ્રમ્પ પ્લાઝાની એક નોટિસ મળી હતી. જેમાં તેમણે યાદ અપાવ્યું હતું કે તેમની પુત્રીના નામે ખરીદવામાં આવેલી પેન્ટહાઉસને મેળવવા માટે તેમણએ 10.1 મિલિયન ડોલરની બાકી રકમ ચૂકવવી પડશે. આ રકમ ટ્રમ્પ પ્લાઝા (એક સરકારી ઈમારત કે જેમાં ફ્લેટના માલિક જ શેરધારક છે) અને જે જમીન પર આ ઈમારત બની છે તેના માલિક વચ્ચે થયેલી સમજૂતીમાં માલ્યાના હિસ્સાની બાકી રકમ છે.

ન્યૂયોર્ક સ્થિત એક રિયલ એસ્ટેટ પોર્ટ ધીરિયલડીલ.કોમના પત્રકાર ફરાહ હલીમે આ સૌદા અંગે જાણકારી મેળવી. તેમણે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે માલ્યા હાલ જે નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, તેઓ પેન્ટહાઉસને સરન્ડર કરી દેશે. જો કે ગત મહિને માલ્યાએ કહ્યું કે ટ્રમ્પ પ્લાઝા સાથે તેમની સમજૂતી થઈ ગઈ છે અને તે ફ્લેટ હવે તેમની પાસે જ રહેશે. તેમની વાતોથી એવા સંકેત મળી રહ્યાં છે કે ભારતમાં આટલા દેવામાં ડૂબ્યા હોવા છતાં મેનહટ્ટનમાં આલિશાન ફ્લેટ માટે તેઓ 10 મિલિયન ડોલરની જંગી રકમની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યાં.

અત્રે જણાવવાનું કે ટ્રમ્પ પ્લાઝા સાથેની માલ્યાની આ ડીલ એવા સમયે બહાર આવી છે કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)એ ભારતમાં માલ્યાં પર આરોપ લગાવ્યો છે કે તેમણે કિંગફિશર એરલાઈન્સને અપાયેલા ઋણના પૈસાથી વિદેશમાં સંપત્તિ ખરીદી હતી. માલ્યા પર આમ તો 9000 જેટલુ દેવું બોલે છે પરંતુ ઈડી ખાસ કરીને કિંગફિશર એરલાઈન્સને 2009ના વર્ષમાં આઈડીબીઆઈ બેંક પાસેથી મળેલા 900 કરોડ રૂપિયાની લોનની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

31 + = 41

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud