#JNU : રાષ્ટ્રદ્રોહના કાર્યક્રમ મામલે 21 વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

News2_201604251841059219 ફેબ્રુઆરીની ઘટનાથી એકવાર ફરીથી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ચર્ચામાં આવી ગઈ હતી. રાષ્ટ્રદ્રોહના કેસ મામલે જેએનયુ સમાચારોમાં છવાયુ હતું. ત્યારે આ સમગ્ર ઘટના મામલે જેએનયુએ પગલા લીધા છે. આ કિસ્સા સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ પર જેએનયુએ કડક પગલા લીધા છે.

જેએનયુના એડમિનીસ્ટ્રેશને સોમવારે મોટી જાહેરાત કરી છે. જેમાં એડમિન દ્વારા ઉમર ખાલીદ અને અર્નિબાન ભટ્ટાચાર્ય પર કેમ્પસમાં અફઝલ ગુરુની મરણતિથિ પર યોજાયેલ કાર્યક્રમના આયોજન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

જેએનયુ પ્રશાસને દેશદ્રોહ મામલે જેએનયુ વિદ્યાર્થી સંઘનો અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલીદને અનુશાસન તોડવા માટે દોષી ઠેરવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાની તપાસ માટે પાંચ સદસ્યોની સમિતિ બનાવાઈ હતી. જેણે કેટલાક દિવસ પહેલા જ પોતાની રિપોર્ટ સોંપી હતી. જેમાં કન્હૈયા સહિત 21 વિદ્યાર્થીઓને દોષી ઠેરવાયા છે.

કોના પર પગલા લેવાયા

  • ઉમર ખાલીદને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરાયો. તેના પર 20 હજાર રૂપિયાનો દંડ લગાવાયો
  • અર્નિબાન ભટ્ટાચાર્યને 15 જુલાઈ સુધી સસ્પેન્ડ કરાયો. તે 5 વર્ષ સુધી યુનિવર્સિટીમાં કોઈ કોર્સ નહિ કરી શકે.
  • મુજીબ ગટ્ટોને 2 સેમેસ્ટર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો
  • જેએનયુ વિદ્યાર્થી સંઘનો અધ્યક્ષ કન્હૈયા કુમાર પર 10 હજારનો દંડ લગાવાયો
  • જેએનયુ વિદ્યાર્થી સંઘનો પૂર્વ અધ્યક્ષ આશુતોષ પર 20 હજારનો દંડ લગાવાયો. તેને વર્ષભર સુધી હોસ્ટેલની સુવિધા પણ નહિ મળે.
  • સ્ટુડન્ટ્સ ઐશ્વર્યા, રામા નાગા, અનંત, ગાર્ગી અને ચિન્ટુ પર પણ 20 હજારનો દંડ લગાવાયો
  • સૌરભ શર્મા પર 10 હજારનો દંડ લગાવાયો
  • કાર્યક્રમના અન્ય આયોજકો પર પણ દંડ લગાવાયો. કેટલાકને 20 હજાર તો કેટલાકને 10 હજારનો દંડ ફટકારાયો

એડમિનિસ્ટ્રેટર્સનો વિરોધ થયો…
જેએનયુના સત્તાધીશોએ આ દંડ ફટકાર્યાનો વિરોધ પણ થયો છે. જેએનયુએસયુની જનરલ સેક્રેટરી શૈલા રશીદે કહ્યું કે, અમે સત્તાધીશોના આ નિર્ણયનો અસ્વીકાર કરીઈ છીએ. આ તમામ વિદ્યાર્થીઓ નિર્દોષ છે. જેઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. તેઓ સંનિષ્ઠ સામાજિક કાર્યકર્તાઓ છે. મોદી વિરોધી અવાજને કચડી દેવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ નિર્ણય સામે ચૂપ નહિ રહીશું. અમે આ રિપોર્ટને ચેલેન્જ આપીશું.

તેમણે કહ્યું કે, આ સજા એબીવીપીના સદસ્યો તરફી નિવેદનો પરથી ફરવામાવવામાં આવી છે. સંસ્થાના વાઈસ ચાન્સેલર સેન્ટ્રલ ગર્વમેન્ટના ઈશારે ચાલી રહ્યા છે. તેમણે આ મામલે પહેલા એકેડેમિશ્યન તરીકે વિચારવુ જોઈએ. અને બાદમા તેમણે આરએસએસનો પક્ષ લેવો જોઈએ. જે પણ સ્ટુડન્ટ્સને સજા ફરમાવાઈ છે, તેઓ બધા દલિત, મુસ્લિમ તેમજ બેકવર્ડ જ્ઞાતિના છે. અમે દેશવ્યાપી અભિયાન ચલાવીને સરકારનો વિરોધ કરીશું

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

36 − 34 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud