ગરમીથી તોબા, અમદાવાદમાં રેકર્ડબ્રેક તાપમાનનો પારો પહોંચ્યો 50 ડિગ્રીએ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

gujaratગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના ચારેય ખૂણામાં અગન વર્ષા થઈ રહી છે. અમદવાદમાં બુધવારે ગરમીનો પારો મોબાઈલ પર 50 ડિગ્રી બતાવતો હતો. એક્યુવેધર વેબસાઈટ પર અમદાવાદનું તાપમાન 49 ડિગ્રી બતાવતું હતું. અમદાવાદીઓ કાળઝાળ ગરમી શેકાઈ ગયા છે. કહેવાય છે કે અમદાવાદમાં ગરમીએ છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

તાપમાન 45 ડિગ્રી વટાવે એટલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. સોમવારે હવામાન વિભાગે કોર્પોરેશનને આપેલા તાપમાનના આંકડાના આધારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે ,તેની અસર આજે અરવલ્લી જીલ્લામાં જોવા મળી હતી.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ     
– રાજકોટ લૂ લાગવાથી 45 વર્ષીય યુવકનું મોત
– સૌરાષ્ટ્ર યુનિ. પાસે બેભાન હાલતમાં મળ્યો હતો યુવક, સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો
– અરવલ્લીના મોડાસા શહેરનું તાપમાન 46 ડિગ્રી
– ઉત્તર ગુજરાત, કચ્છમાં સિવીયર હીટવેવની શકયતા
– પાછલા કેટલાંક મહિનાની ગરમીનો રેકોર્ડ આજે તૂટ્યો
– એક્યુવેધર વેબસાઈટ મુજબ અમદાવાદમાં 50 ડિગ્રી
– વડોદરામાં 43 ડિગ્રી

અમદાવાદમાં મે મહિનામાં સૌથી વધુ ગરમી
વર્ષ     મેમાં સૌથી વધુ ગરમી

2016     45°C
2015     44.6°C
2014     44.5°C
2013     44.3°C
2012      43°C
2011     43.3°C
2010     46.6°C

લૂ લાગવાના ચિહ્નો
– ચામડી લાલ થઇ જવી, પરસેવો ન થવો
– માથુ દુખવું, હાથ-પગમાં નબળાઇ લાગવી અને હાથપગ તૂટવા
– આંચકી આવે અને વ્યક્તિ બેભાન થઇ જાય, તાવ 103થી વધી જાય વધારે
– બીપી ઓછું થઇ જવું, હોઠ અને ચામડી સૂકાઈ જાય

લૂ લાગવાથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
– કાચી કેરીના શરબતનું સેવન કરવું
– કાચી કેરીનો લેપ બનાવી પગના તળે માલિશ કરવી જોઇએ. હળવું ભોજન કરો
– જો તાપમાં નીકળવાની મજબૂરી હોય તો છત્રી લઇને નીકળો
– શકય હોય તો સફેદ કપડા પહેરીને જ બહાર નીકળો આથી ગરમી ઓછી લાગશે અને સાથે-સાથે પાણી કે જ્યુસ પીવાનું પણ રાખો.
– ધ્યાન રાખો કે પેટ ખાલી ના હોય ગરમીમાં ડુંગળીનું સેવન કરો. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરવુ જોઈએ. ડુંગળીને ખિસ્સામાં રાખવાથી પણ ફાયદો થાય છે.

અમદાવાદ કોર્પોરેશન પણ એલર્ટ
કોર્પોરેશને મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં તબીબી સ્ટાફ સ્ટેન્ડ-ટુ કરી દેવા તાકીદ કરી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હિટવેવ એકશન પ્લાન અમલમાં મૂક્યો છે. પ્લાન અમલમાં મૂકવાનો મૂળ આશય હિટવેવની આગોતરી જાણ શહેરીજનોને કરી શકાય. આ વખતે પહેલીવખત કોર્પોરેશને હવામાન વિભાગ સાથે કરાર કર્યા છે. આગામી પાંચ દિવસનું સંભવિત તાપમાન હવામાન વિભાગ દ્વારા કોર્પોરેશનને આપવામાં આવે છે અને તેના આધારે યલો, ઓેરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે.

કયાં એલર્ટનો શું મતલબ
– યલો એલર્ટ: 41 થી 43 ડિગ્રી
– ઓરેન્જ એલર્ટ: 44 ડિગ્રી
– રેડ એલર્ટ: 45 ડિગ્રી કે તેથી વધુ

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 3 = 11

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud